દેશમાં પહેલીવાર તબીબી શિક્ષણ હિન્દીમાં
વડાપ્રધાને હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, ગુજરાતી, બંગાળી આ તમામ ભાષામાં મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ આપવાનું આહ્વાન કર્યું છે: અમિત શાહ
ભોપાલ, દેશમાં પહેલીવાર મધ્ય પ્રદેશમાં સ્મ્મ્જીનો અભ્યાસ હવે હિન્દીમાં થઈ શકશે. સ્મ્મ્જી ના પાઠ્યક્રમના પુસ્તકો હિન્દીમાં તૈયાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભોપાલમાં રિમોટનું બટન દબાવીને ૩ પુસ્તકોનું વિમોચન કર્યું.
દેશના ઈતિહાસમાં પહેલીવાર MBBSના અભ્યાસમાં એક નવો અધ્યાય મધ્ય પ્રદેશથી જાેડાયો છે. હવે અહીં તબીબી શિક્ષણ હિન્દીમાં મળી શકશે. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજનો દિવસ ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે ખુબ મહત્વપૂર્ણ દિવસ છે.
જ્યારે પણ આવનારા દિવસોમાં ઈતિહાસ લખાશે ત્યારે આજના દિવસનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે. આ દેશમાં શિક્ષણ ક્ષેત્રના પુર્નજાગરણની પળ છે. તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં પીએમએ પ્રાથમિક શિક્ષણ, ટેક્નિકલ અને મેડિકલ શિક્ષણમાં બાળકોની માતૃભાષાને મહત્વ આપવાનો ઐતિહાસિક ર્નિણય લીધો છે. શિવરાજ સિંહ સરકારે દેશમાં સૌથી પહેલા મેડિકલ શિક્ષણની હિન્દીમાં શરૂઆત કરીને પીએમ મોદીની ઈચ્છા પૂરી કરી છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મધ્યપ્રદેશમાં દેશમાં પ્રથમ વખત હિન્દીમાં તબીબી અભ્યાસ શરૂ કર્યો. આ અવસરે અમિત શાહે કહ્યું કે આજે હિન્દીમાં મેડિકલનો અભ્યાસ શરૂ થઈ રહ્યો છે. થોડા સમયમાં એન્જિનિયરિંગનો અભ્યાસ હિન્દીમાં પણ શરૂ થશે. દેશભરમાં આઠ ભાષાઓમાં એન્જિનિયરિંગ પુસ્તકોના અનુવાદનું કામ શરૂ થઈ ગયું છે.
ટૂંક સમયમાં દેશના તમામ વિદ્યાર્થીઓ તેમની માતૃભાષામાં ટેકનિકલ અને તબીબી અભ્યાસ શરૂ કરશે. પીએમ મોદીએ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, ગુજરાતી, બંગાળી આ તમામ ભાષાઓમાં મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ આપવાનું આહ્વાન કર્યું છે.
હિન્દીમાં તબીબી શિક્ષણ આપવા માટે મધ્યપ્રદેશ સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ગૃહપ્રધાન અમિત શાહે એમબીબીએસ પ્રથમ વર્ષના ત્રણ હિન્દી પુસ્તકોનું વિમોચન કર્યું. દેશમાં આ પ્રથમ વખત છે જ્યારે સ્મ્મ્જીની પાઠ્યપુસ્તકો હિન્દીમાં પ્રકાશિત કરવામાં આવી છે.
અમિત શાહે ભોપાલમાં જે ત્રણ પુસ્તકો બહાર પાડ્યા છે તેમાં એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રી છે. ૯૭ ડોક્ટરોની ટીમે લોકપ્રિય અંગ્રેજી પુસ્તકોનો હિન્દીમાં અનુવાદ કર્યો છે. અમિત શાહની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે પુસ્તકોનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દુનિયાના કોઈપણ મંચ પર જાય છે ત્યારે તેઓ હિન્દી ભાષામાં ભાષણ આપે છે. વૈશ્વિક મંચો પર પીએમ મોદીનું હિન્દી ભાષામાં સંબોધન દેશના કરોડો ભારતીયોને તેમની ભાષા પર ગર્વ કરાવે છે.
અમિત શાહે કહ્યું કે મને ગર્વ છે કે મધ્યપ્રદેશની ભાજપ સરકારે દેશમાં સૌપ્રથમ હિન્દી ભાષામાં તબીબી શિક્ષણ શરૂ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે આજનો દિવસ ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. શિક્ષણ ક્ષેત્રે પુનઃનિર્માણનો દિવસ છે.
અમિત શાહે કહ્યું કે જે લોકો માતૃભાષાના સમર્થક છે તેમના માટે આજનો દિવસ ગર્વનો દિવસ છે. ભાજપ સરકારે ટેકનિકલ અને મેડિકલ એજ્યુકેશનમાં હિન્દી કોર્સ શરૂ કરીને ઈતિહાસ રચ્યો છે. સરકારના આ પ્રયાસે તે લોકોને પણ જવાબ આપ્યો છે જેઓ આ પગલાને અશક્ય ગણાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે માતૃભાષામાં મધ્યપ્રદેશ સરકારની આ નવીન પહેલ માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારને હાર્દિક અભિનંદન. રાજ્ય સરકારની આ પહેલ સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે.
અમિત શાહે કહ્યું કે કોઈપણ વ્યક્તિની વિચારવાની પ્રક્રિયા તેની માતૃભાષામાં જ થાય છે. વ્યક્તિ માતૃભાષામાં વધુ સારી રીતે વિચારી, સમજી, સંશોધન, કારણ અને કાર્ય કરી શકે છે. તેમણે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ તેમની માતૃભાષામાં ટેકનિકલ અને તબીબી શિક્ષણનો અભ્યાસ કરશે ત્યારે ભારત વિશ્વમાં શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે.
હું દેશભરના યુવાનોને ભાષાની લગનથી બહાર આવવાનું આહ્વાન કરું છું. તમારે તમારી માતૃભાષા પર ગર્વ હોવો જાેઈએ. તમારી માતૃભાષામાં અભ્યાસ કરીને, તમે તમારી પ્રતિભાને વધુ સારી રીતે દર્શાવવા માટે સ્વતંત્ર છો.
અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા હતા કે માતૃભાષામાં શિક્ષણની વ્યવસ્થા એ જ દેશની સાચી સેવા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિ દ્વારા પ્રાદેશિક અને માતૃભાષાને મહત્વ આપવામાં આવી રહ્યું છે. કોઈપણ વ્યક્તિની વિચારવાની પ્રક્રિયા તેની માતૃભાષામાં જ થાય છે.
નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે જાે તમે કોઈ વ્યક્તિ સાથે તેની માતૃભાષામાં વાત કરો છો તો તે વાત તેના હૃદય સુધી પહોંચે છે. વિશ્વભરના શિક્ષણવિદોએ માતૃભાષામાં શિક્ષણને મહત્વ આપ્યું છે.