Western Times News

Gujarati News

GMERSના તોતિંગ ફી વધારા સામે ભાવિ ડૉક્ટર્સનું આંદોલનઃ વાર્ષિક ફી 5.50 લાખ

પ્રતિકાત્મક

ડૉક્ટરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો અને ફી વધારો પાછો ખેંચવાની માંગણી સાથે સચિવાલય પહોંચ્યા હતા

(એજન્સી)ગાંધીનગર,ગુજરાત સરકાર દ્વારા જીએમઈઆરએસની GMERS ફીમાં કરવામાં આવેલા વધારા સામે આજે ડૉક્ટરો અને બાદમાં વાલી પહોંચ્યા હતા. ગુજરાત સરકાર સામે ડૉક્ટરોએ સૂત્રોચાર કર્યો હતો અને ફી વધારો પાછો ખેંચવાની માંગણી સાથે સચિવાલય પહોંચ્યા હતા.તબીબી સ્નાતક અભ્યાસ ક્રમમાં જીએમઈઆરએસ દ્વારા શેક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે કરેલો ફી વધારો તાત્કાલિક રદ્દ કરવા માંગણી કરવામા આવી હતી.

સરકારી મેડીકલ કોલેજની વાર્ષિક ફી રાજસ્થાનમાં 63 હજાર, મહારાષ્ટ્રમાં 1.38 લાખ, MPમાં એક લાખ છે જ્યારે ગુજરાતમાં GMERS દ્વારા 5.50 લાખ ફી કરી દેવાઈ છે. 

ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીએ તાજેતરમાં જ તેની 13 કોલેજમાં એમબીબીએસની વાર્ષિક ટ્યૂશન ફી રૂ. 3.50 લાખથી વધારી રૂ.5.50 લાખ કરી છે. એક જ વારમાં 57.14 ટકા ફી વધારો કરાતા MBBSના વિદ્યાર્થીએ સાડા 4 વર્ષના આ કોર્સ માટે રૂ. 24.75 લાખ ચૂકવવા પડશે.

ડૉકટરોએ તેમની રજૂઆત દરમિયાન જણાવ્યુ હતું કે,ગત તારીખ ૨૮ જૂન ૨૦૨૪ જીએમઈઆરએસ દ્વારા પરિપત્રથી તબીબી સ્નાતક અભ્યાસ ક્રમમાં વર્ષ ૨૦૨૪ અને ૨૫ માટે અસહ ફી વધારો કરવામાં આવ્યો છે.

સરકારી સેલ્ફ ફાઈનાન્સ, મેનેજમેન્ટ ક્વોટા અને દ્ગઇૈં ક્વોટા માટે વાર્ષિક ફીના ધોરણમાં અસાધારણ વધારો જાહેર કરાયો છે. સરકારી ક્વોટા માટે વાર્ષિક ૫.૫૦ લાખ મેનેજમેન્ટ ક્વોટા માટે ૧૭ લાખ જાહેર કરવામાં આવ્યો છે.આ વાર્ષિક ફીમાં તોતિંગ વધારો વિધાર્થીઓ અને વાલીઓ માટે ચિંતા અને રોષનો વિષય બન્યો છે.
આ મુદ્દે ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળના પ્રમુખ કનુ વાર્ષિક ફીમાં તોતિંગ વધારો વિધાર્થીઓ અને વાલીઓ માટે ચિંતા અને રોષનો વિષય બન્યો. છે

આ ફી વધારાના કારણે કેટલાય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી વંચિત રહેશે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન ગુજરાતના તબીબી વિદ્યાર્થીઓના હિતમાં આ તોતિંગ ફી વધારો તાત્કાલિક રદ્દ કરવા માટે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને રાજ્યપાલને મળીને તેઓ રજૂઆત કરનાર છે. જયાં સુધી તેમના પ્રશ્નનો નિવેડો નહીં આવે ત્યાં સુધી તેઓ આ લડત લડવા માટે મક્કમ છે. તેઓ સરકાર તરફથી હકારાત્મક અભિગમની આશા રાખી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.