ગુજરાત સહીતના રાજ્યોમાં MBBSની 3495 સીટો વધવાના અણસાર
મેડીકલ અભ્યાસની તૈયારી કરી રહેલા સ્ટૂ઼ડેંટ્સ માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત સહીત દેશના 16 રાજ્યોમાં MBBSની 3495 સીટો વધારવાની તૈયારી ચાલી રહી છે. જો યોગ્ય થશે તો આ સીટ ટૂંક સમયમાં જ વધારવાની કેન્દ્ર આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવશે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સૌથી વધારે 700 સીટો રાજસ્થાનમાં અને 600 સીટો મધ્ય પ્રદેશમાં વધારવામાં આવશે. જો કે, હાલમાં જે જાણકારી મળી છે, તે અનુસાર આ સીટો જૂની મેડિકલ કોલેજોમાં જ વધારવામાં આવશે. સીટો વધારવાના આ અણસાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી તરફથી આપેલા એક જવાબ બાદ ક્યાસ લગાવામાં આવી રહ્યા છે.
સંસદમાં સ્વાસ્થ્ય મંત્રી માંડવીયાએ આપી જાણકારી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સંસદમાં સાંસદ ડો. હીના ગાવિત અને ડો. શ્રીકાંત એકનાથ શિંદેના એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, સેન્ટ્રલી સ્પોર્સર્ડ સ્કીમ અંતર્ગત સરકારી મેડીકલ કોલેજોને અપગ્રેડ કરવામાં આવશે. જે અંતર્ગત હાલની મેડીકલ કોલેજોમાં એમબીબીએસની સીટો વધારવામાં આવશે.
તેમણે કહ્યું કે, 16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 3495 એમબીબીએસ સીટોને મંજૂરી આપવામાં આવી છે. તેમણે આગળ કહ્યું છે કે, સેન્ટ્રલી સ્પોંસર્ડ સ્કીમ અંતર્ગત રાજ્ય મેડીકલ કોલેજોને અપગ્રેડ કરવામાં આવશે. ત્યાં મેડીકલ પીજી સીટો વધશે અને નવા પીજી વિષયો શરૂ થશે.
રિપોર્ટ મુજબ રાજસ્થાનમાં 700 સીટો, મધ્ય પ્રદેશમાં 600 સીટો, કર્ણાટકમાં 550 સીટ, તમિલનાડૂમાં 345 સીટ, ગુજરાતમાં 270 સીટ, ઓડિશામાં 200 સીટ, આંધ્રપ્રદેશમાં 150 સીટ, મહારાષ્ટ્રમાં 150 સીટ, ઝારખંડમાં 100 સીટ, પંજાબમાં 100 સીટ, પશ્ચિમ બંગાળમાં 100 સીટ, જમ્મુ કાશ્મીરમાં 60 સીટ, મણિપુરમાં 50 સીટ, યુપીમાં 50 સીટ, ઉત્તરાખંડમાં 50 સીટ અને હિમાચલ પ્રદેશમાં 20 સીટ વધારવાનું અનુમાન છે.
સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યુ છે કે, હાલમાં દેશમાં તમામ સરકારી અને પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં એમબીબીએસની 91927 સીટો છે. જેમાંથી 48012 સીટો સરકારી અને 43915 પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં છે. તમિલનાડૂ સીટોના મામલે ટોપ પર છે. અહીં 10725 સીટો છે. બીજા નંબર પર પાડોશી રાજ્ય કર્ણાટક છે. અહીં 10145 સીટો છે. 9895 સીટો સાથે ત્રીજા નંબર પર મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ચોથા નંબરે 9053 સીટો છે.