Western Times News

Gujarati News

વડોદરા મેડિકલ કોલેજની હોસ્ટેલમાં MBBS વિદ્યાર્થીઓને ડેન્ગ્યૂ થયો

(એજન્સી)વડોદરા, વડોદરા મેડિકલ કોલેજની કોઠી રોડ સ્થિત હોસ્ટેલમાં પણ ડેન્ગ્યુની એન્ટ્રી થઈ હોવાની વિગતો સપાટી પર આવી છે. મળતી વિગતો પ્રમાણે પાંચ જેટલા મેડિકલ સ્ટુડન્ટસને ડેન્ગ્યુ થતા ભાવિ ડોકટરોમાં ચિંતાનો માહોલ છે.બીજાને દવા આપતા ભાવિ ડોકટરોને જ હવે દવા લેવાનો વારો આવ્યો છે.

વડોદરામાં ચોમાસાની ઋતુમાં ઠેર-ઠેર મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.ખાસ કરીને ડેન્ગ્યૂના રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. વડોદરા મેડિકલ કોલેજની કોઠી રોડ સ્થિત હોસ્ટેલમાં પણ ડેન્ગ્યુની એન્ટ્રી થઈ હોવાની વિગતો સપાટી પર આવી છે.

મળતી વિગતો પ્રમાણે પાંચ જેટલા મેડિકલ સ્ટુડન્ટસને ડેન્ગ્યુ થતા ભાવિ ડોકટરોમાં ચિંતાનો માહોલ છે. બીજાને દવા આપતા ભાવિ ડોકટરોને જ હવે દવા લેવાનો વારો આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ૧૦ તબીબી વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.