મેક્કેઈન ફૂડ્સ દ્વારા સફળ પ્રોજેક્ટ શક્તિ ઈવેન્ટ ખાતે મહિલા સશક્તિકરણની ઉજવણી કરાઈ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં ફ્રોઝન ફૂડ ઉદ્યોગમાં વૈશ્વિક આગેવાન મેક્કેઈન દ્વારા તેની સીએસઆર પહેલ પ્રોજેક્ટ શક્તિ થકી મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં મોટું પગલું લેવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં 20 ગામમાંથી 650થી વધુ મહિલાઓએ ભાગ લઈને અદભુત પ્રતિસાદ આપ્યો હતો, જે લિંગ સમાનતા અને મહિલાઓમાં વેપાર સાહસિકતા વધારવાને પ્રમોટ કરવામાં મોટી સિદ્ધિ છે. McCain Foods celebrated women’s empowerment at a successful Project Shakti event
ઈવેન્ટ પર વિચારો વ્યક્ત કરતાં મેક્કેઈન ફૂડ્સ ઈન્ડિયાના પ્લાન્ટ જનરલ મેનેજર શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, “આ ઈવેન્ટની સફળતા મહિલા સશક્તિકરણ અને સમુદાય વિકાસ પ્રત્યે અમારી કટિબદ્ધતાનો દાખલો છે. અમને 20 ગામની 650થી વધુ મહિલાઓને એકત્ર લાવવામાં ગૌરવની લાગણી થાય છે, જે તેમની સિદ્ધિઓની ઉજવણી કરવા અને ભવિષ્યની તકો પર ચર્ચા કરવા માટે મંચ પૂરું પાડે છે.
આ મહિલાઓ, અમારા કર્મચારીઓ અને અમારા ભાગીદારોએ દર્શાવેલા જોશ અને સમર્પિતતા ખરેખર પ્રેરણાત્મક હતા. પ્રોજેક્ટ શક્તિ હેઠળ અમારું લક્ષ્ય હકારાત્મક પરિવર્તન લાવવાનું, મહિલાઓને તેમની સંપૂર્ણ સંભાવનાઓનો લાભ લેવા માટે સશક્ત બનાવવાનું અને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવાનું છે.”
સામાજિક સલામતી, મહિલા અને બાળ વિકાસ, જીએલપીસી, જળ અને સ્વચ્છતા, આઈસીડીએસ અને અન્ય સહિત પ્રતિષ્ઠિત સરકારી વિભાગના પ્રતિનિધિઓએ આ અવસરે હાજર રહીને મહિલા સશક્તિકરણ પહેલોને ટેકો આપ્યો હતો. ઈવેન્ટ ખાતે અમુક નોંધપાત્ર મહેમાનોમાં સીએફટ સુનિતા લાખાવરાઃ પ્રજાપતિ પતંજલીબેન સમાજસેવિકા, બનાસકાંઠા, પટેલ ભારતીબેન ડિસ્ટ્રિક્ટ મિશન કં. મહિલા અને બાળ અઘિકારીનું સમન્વય કાર્યાલય, મહેસાણા,
સોલંકી પુષ્પાબેન સેન્ટર મેનેજર સખી વન સ્ટોપ સેન્ટર મહેસાણા, રાઠોર અરૂણા જેન્ડર નિષ્ણાત, મહેસાણા, સીએફટી સુનિતા લાખાવરાઃ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ, મહેસાણા, સોલંકી આતિષભાઈ આઉટરીચ વર્કર, પ્રજાપતિ પંકજભાઈ આઉટરીચ વર્કર અને દેના આરસીટી મહેસાણાનો સમાવએશ થતો હતો.