MCD ૧ જુલાઈથી પ્રોપર્ટી ટેક્સની ચુકવણી માટે ચેક પેમેન્ટ નહીં સ્વીકારે
નવી દિલ્હી, એમસીડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આવતા મહિનાથી એટલે કે ૧ જુલાઈથી પ્રોપર્ટી ટેક્સ યુપીઆઈ,વોલેટ, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર અથવા કોઈપણ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ડિજિટલ રીતે ચૂકવવો પડશે. તેમાં કહેવામાં આવ્યું છે કે બાઉન્સ થયેલા ચેકથી ઉદ્ભવતા કાનૂની મુદ્દાઓને કારણે આ માધ્યમથી પ્રોપર્ટી ટેક્સની ચુકવણી જુલાઈથી બંધ કરવામાં આવશે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પાેરેશન એ પ્રોપર્ટી ટેક્સની ચુકવણી અંગેના નિયમોમાં ફેરફાર કર્યાે છે. તેથી, મ્યુનિસિપલ બોડી હવે ૧ જુલાઈથી ચેક દ્વારા મિલકત વેરાની ચુકવણી સ્વીકારશે નહીં. એમસીડીએ કહ્યું કે ચેક બાઉન્સની સમસ્યા સતત સામે આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એમસીડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આવતા મહિનાથી એટલે કે ૧ જુલાઈથી પ્રોપર્ટી ટેક્સ યુપીઆઈ, વોલેટ, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર અથવા કોઈપણ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ડિજિટલ રીતે ચૂકવવો પડશે. તેમાં કહેવામાં આવ્યું છે કે બાઉન્સ થયેલા ચેકથી ઉદ્ભવતા કાનૂની મુદ્દાઓને કારણે આ માધ્યમથી પ્રોપર્ટી ટેક્સની ચુકવણી જુલાઈથી બંધ કરવામાં આવશે.
ઈલેક્ટ્રોનિક ચુકવણીઓ માત્ર સમયસર ચૂકવણી અને રસીદ જારી કરવાની ખાતરી કરશે નહીં, પરંતુ વ્યવસાય કરવામાં સરળતા પણ આપશે. તેમજ કરદાતાઓ પ્રોપર્ટી માટે સરળતાથી ચૂકવણી કરી શકશે અને આ કામમાં પણ ઝડપ આવશે.
એમસીડીએ ખાલી પડેલી જમીન અને ઈમારતોના માલિકો અને કબજેદારોને વર્ષ ૨૦૨૪-૨૫ માટે ટેક્સ ચૂકવવા અને ૩૦ જૂન પહેલા એકસાથે ચૂકવણી પર ૧૦ ટકા રિબેટ મેળવવા અપીલ કરી છે.કર ચૂકવવા માટે, મિલકત માલિકો અથવા કબજેદારો એમસીડીની વેબસાઈટ પર લાગ ઇન કરી શકે છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પાેરેશન (સુધારા) અધિનિયમ ૨૦૦૩ ની કલમ ૧૧૪ ની જોગવાઈઓ મુજબ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પાેરેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતી તમામ ઇમારતો અને ખાલી જમીનો મિલકત વેરો ચૂકવવા માટે જવાબદાર છે.SS1MS