મેકડોનાલ્ડસે નાણાં સિવાય પ્રતિષ્ઠા પણ કમાઈ છે ?!
આશ્રમ રોડ, સીટી ગોલ્ડ, અમદાવાદ ખાતેના “મેકડોનાલ્ડસ સ્ટોર”માં ૧૫મી ઓગષ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી અને સજાવટ ગ્રાહકોના આર્કષણનું કેન્દ્ર બન્યું !!
તસ્વીર આશ્રમ રોડ સ્થિત સીટી ગોલ્ડ ખાતે આવેલી મેકડોનાલ્ડસ સ્ટોરની છે ! જયાં દેશના રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગષ્ટે મેકડોનાલ્ડસ સ્ટોરના કર્મચારીઓએ સ્ટોરને સજાવીને ૧૫મી ઓગષ્ટની ઉજવણી કરી હતી !
તસ્વીરમાં સ્ટોરના શ્રી આર. એમ. શ્રી હિમાંશુ હટવર, મેનેજર રક્ષાબેન ગામેતી, નીશાબેન મનસુરી, રેણુકાબેન મકવાણા, વર્ષાબેન સરવૈયા, મમતા તથા અમિતભાઈ સહિતનાઓએ સ્ટોરને રાષ્ટ્રીય પર્વ પર સજાવીને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ઉજાગર કરી હતી !
મેકડોનાલ્ડસ કંપનીમાં ઘણાં વર્ષાેથી આવા ઈવેન્ટ યોજાતા આવ્યા છે જે ફુડ બ્રાન્ડ કંપનીની આગવી ખાસીયત છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા)
અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ અને ફોર્ડ મોટરના સ્થાપક હેનરી ફોર્ડે કહ્યું છે કે, ‘જે વ્યવસાય નાણાં સિવાય કશું નથી કમાતો તે નબળો વ્યવસાય કહેવાય’!! જયારે અમેરિકન ઉદ્યોગપતિ બીલ ગેટસ કહે છે કે, ‘આવતા બે વર્ષમાં શું બનશે એની લોકો બહું ગણતરી કર્યા કરે છે પણ આવતાં દસ વર્ષમાં શું થશે એની ગણતરી કરતા નથી’!! કોઈપણ બીઝનેશમાં કંપની ફકત નાણાં કમાય એ અગત્યનું નથી !
કંપનીની પ્રતિષ્ઠા ગ્રાહકોના હૃદયમાં શું છે ?! એ અગત્યની છે ! અને કંપની નાણાં કમાય છે ! પરંતુ દેશના રાષ્ટ્રીય તહેવારોમાં કઈ રીતે જોડાય છે ! એ પણ ભૂમિકા કંપની લોકહૃદયમાં ઉંચુ સ્થાન પ્રાપ્ત કરે છે !
મેકડોનાલ્ડસ કંપની એ એક અમેરિકન કંપની છે ! જેનું ભારતમાં સંચાલન શ્રી અમિતભાઈ જાટિયા અને સ્મીતાબેન જાટિયા કરે છે ! પરંતુ આ કંપની રાષ્ટ્રીય તહેવારોમાં પોતાના આઇટલેટને સજાવીને ગ્રાહકના હૃદય સુધી પહોંચે છે !