Western Times News

Gujarati News

MD ફિઝિશિયન ડોકટર નકલી સરકારી કચેરી કૌભાંડમાં મુખ્ય સુત્રધાર

નકલી સરકારી કચેરી કૌભાંડમાં વડોદરાના MD ફિઝિશિયન ડોકટરની સંડોવણી ખૂલી

દાહોદ, નકલી સરકારી કચેરી કૌભાંડમાં નિવૃત આઈએએસ અધિકારી બી.ડિ. નિનામા બાદ હવે વડોદરાના એમડી ફિઝિશિયન એવા ડોકટરની સંડોવણી ખૂલી છે. દાહોદ જિલ્લાના આ વિવાદી પ્રકરણના સુત્રધાર અબુબક્કરના ભાઈ એજાજ જાકીરઅલી સૈયદ તથા ભાણેજ ડો. સૈફઅલી સૈયદની નડિયાદ પાસેથી ધરપકડ કરવામાં આવી છે.

નકલી સરકારી કચેરી કૌભાંડમાં નકલી કાર્યપાલક ઈજનેર સંદીપ રાજપૂતને એજાજ સૈયદ શોધી લાવ્યો હોવાનું બહાર આવ્યું છે. સરકારના કરોડો રૂપિયા ચાઉ કરનાર મામાની આર્થિક સહાયથી વડોદરામાં અદ્યતન હોસ્પિટલ શરૂ કરનાર આરોપી તબીબે મામાના કૌભાંડના પુરાવાઓનો નાશ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ઝડપાયેલા બંનેને અદાલતમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

આ સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધી સંદીપ રાજપૂત, અંકિત સુથાર, એજાજ, અબુબકકર સૈયદ, જાવેદ સૈયદ, ડોકટર સૈયદ સેફ અલી સૈયદ, સહીતના છ ભેજાબાજા તેમજ નિવૃત આઈએએસ અધિકારી સહિત બે સરકારી બાબુઓ મળી અત્યાર સુધી કુલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે હાર્ટ એટેકના લીધે હોસ્પિટલાઈઝ રહેલા અને આ પ્રકરણનો માસ્ટર માઇન્ડ અબુબકર સૈયદને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાતા તે હાલમાં જયુડિશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.

પકડાયેલા બંને ઈસમો પૈકીનો એજાજ સૈયદ ભૂતકાળમાં સાબુ અને વોશીંગ પાવડરનો માર્કેટિંગ લાઈનમાં ઘરે ઘરે જઈ વેચાણ કરતો હતો. એજાજ સૈયદે રાતોરાત માલેતુજાર બનવાની ઘેલછા રાખી ઈમાનદારીની જગ્યાએ ખોટો માર્ગ અપનાવ્યો અને તેના ભાઈ અબુબકર સાથે મળી નકલી કચેરી કૌભાંડમાં તમામ બાબતોમાં સામેલ થઈ માલતદાર બન્યો હતો.

એજાજ બોડેલી ખાતે નકલી કચેરી તેમજ દાહોદ ખાતે કાગળ ઉપર ઉભી કરાયેલી પાંચેય કચેરીઓનો તમામ વ્યવહારો નાણાંકીય લેવડ દેવડ અધિકારીઓ સાથે લાઈઝનિંગમાં રહી કામ કરવાની તમામ બાબતોમાં સામેલ રહ્યો હતો. નકલી કચેરી કૌભાંડ બહાર આવતા એજાજ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દાહોદ પોલીસની ઝીણવટભરી તપાસના અંતે એજાજનું લોકેશન નડિયાદ ખાતે આવતા પોલીસની ટીમો સક્રિય થઈ હતી

ગઈકાલે વડોદરામાં રહેતો ભાણેજ ડોકટર અલી સૈયદ (એમડી) પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ડોકટર સેફ અલી સૈયદ નકલી કચેરી કૌભાંડનો માસ્ટર માઈન્ડ અબુબકર સૈયદનો સગો ભાણેજ હોવાનું સામે આવ્યું છે.

ડોકટર સેફ અલી સૈયદએ નકલી કચેરી કૌભાંડમાં પોતાના મામા અબુબકર સૈયદની ધરપકડ થતાં તેને પુરાવાઓનો નાશ કરવા અબુબકરના ફાર્મ હાઉસ પર લાગેલા સીસીટીવીના ડીવીઆર કેટલાક દસ્તાવેજી પુરાવાઓનો નાશ કરવા તેમજ વોન્ટેડ એજાજ અલી સૈયદને ભાગવામાં મદદ કરી તેને આશરો આપવા સુધીની મદદ કરી હતી. ર૦ર૧માં એમડી મેડિશિન થયેલો ડોકટર સૈફ અલી સૈયદએ બે જ વર્ષના ગાળામાં પોતાનું ન્યુ લાઈફ હોÂસ્પટલ ખોલી ખાનગી પ્રેક્ટિસ કરતો થયો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.