હું અને કપિલ પાજી જલ્દી જ સાથે કામ કરીશું: કૃષ્ણા
મુંબઈ, ધ કપિલ શર્મા શોની નવી સીઝન શરૂ થઈ ત્યારે ‘સપના’ ના હોવાથી કેટલાય ફેન્સ અને દર્શકો નિરાશ થયા હતા. સપનાનું પાત્ર કૃષ્ણા અભિષેકે બખૂબી નિભાવ્યું હતું.
જાતજાતના મસાજથી માંડીને સેલિબ્રિટી ગેસ્ટ પાસેથી રૂપિયા માગવા તેમજ સપના ઉપરાંત પણ વિવિધ પાત્રો ભજવીને કૃષ્ણા અભિષેકે આ કોમેડી શોમાં ખૂબ મનોરંજન પૂરું પાડ્યું હતું.
જાેકે, શોની નવી સીઝનમાં તેની ગેરહાજરી વર્તાઈ રહી છે. એવામાં હવે ફેન્સ અને દર્શકો માટે સારા સમાચાર છે કે, કૃષ્ણા અભિષેક ધ કપિલ શર્મા શો’માં વાપસી કરી શકે છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કૃષ્ણાએ આ વાતનો ખુલાસો કર્યો છે.
ઈન્ટરવ્યૂમાં કૃષ્ણાએ કહ્યું, “કપિલ પાજી મારા ભાઈ જેવા છે. હું તેમને ખૂબ પ્રેમ કરું છું. શો પણ મને ખૂબ પસંદ છે. કપિલ પાજી ખૂબ ટેલેન્ટેડ છે અને કેટલાય વર્ષોથી મારી સારસંભાળ લીધી છે. લોકો મને આવીને કહે છે કે કપિલ બદલાઈ ગયો છે, તેનામાં ઘમંડ આવી ગયું છે, શો સાથે ના જાેડાઈશ. પરંતુ હું તમને જણાવી દઉં કે તે ખૂબ ઉદ્યમી છે.
જે પ્રકારે તે કોમેડી બનાવે છે તેવી એક સ્ટેન્ડઅપ આર્ટિસ્ટ જ કરી શકે. આખી ટીમની મહેનત છે અને આ કામ સરળ નથી. અમે વર્ષોથી કોમેડી કરતાં આવ્યા છીએ ત્યારે નવું કન્ટેન્ટ બનાવવું અમારા લોકો માટે પણ મુશ્કેલ થઈ જાય છે. કપિલ પોતે અને તેનો શો કંઈક અલગ કરી રહ્યા છે.
અમે દરેક વખતે દર્શકો સામે કંઈક નવું લાવીએ છીએ જેથી તેઓ ડ્રોઈંગ રૂમમાં બેસીને હસી શકે. શો શાનદાર રીતે આગળ વધી રહ્યો છે. કૃષ્ણાએ જણાવ્યું કે, જે ચેનલ પર શો પ્રસારિત થાય છે તેની સાથે જે પ્રકારની ડીલની અપેક્ષા રાખી હતી તે થઈ ના શકી અને એટલે જ તે શોનો ભાગ ના બન્યો. કપિલ શર્મા સાથે કોઈ અણબનાવ ના હોવાનો પણ તેણે ખુલાસો કર્યો છે. “હું તેમની સાથે કામ કરવા માગુ છું.
આશા છે કે બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય તો અમે ફરી સાથે કામ કરી શકીએ. હું કપિલ પાજીનો આદર કરું છું અને તેમના મનમાં પણ મારા માટે આદર છે. અમે બંને ખૂબ જલ્દી સાથે કામ કરીશું. હું તેમને અને આખી ટીમને ખૂબ મિસ કરું છું. કીકૂ શારદા પણ મને પસંદ છે.
બધા બહુ જ સારા છે. જાે ચેનલ સાથે બધું બરાબર ના થાય તો પણ આ લોકો મારો પરિવાર રહેશે જ. હું ચેનલ સાથે કેટલાય વર્ષોથી જાેડાયેલો છું અને આ મારા માટે ઘર જેવું જ છે. હું પાછો આવીશ”, તેમ કૃષ્ણાએ ઉમેર્યું.SS1MS