એશિયન ગેમ્સમાં ભારત પર મેડલનો થયેલો વરસાદ
(એજન્સી)બેઈજિંગ, ચીનમાં આયોજિત એશિયન ગેમ્સ-૨૦૨૩ માં ભારતે જાેરદાર શરૂઆત કરી છે. સ્પર્ધાના પહેલા જ દિવસે રવિવારે આ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ૪ મેડલ જીત્યા છે.
સ્ટાર શૂટર મેહુલી ઘોષ, આશી ચૌકસે અને રમિતાની ત્રિપુટીએ ભારતને તેનો પ્રથમ મેડલ જીતાડ્યો હતો. શૂટિંગમાં વધુ એક મેડલ જીત્યો હતો જ્યારે રોઈંગમાં દેશને અત્યાર સુધીમાં ૩ મેડલ મળ્યા છે.
શૂટિંગમાં ભારતે મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ૧૮૮૬ પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાં ભારતનો આ પહેલો મેડલ હતો. મેહુલી ઘોષ, આશિ ચોકસી અને રમિતાની ત્રિપુટીએ ભારત માટે આ મેડલ જીત્યો છે. રમિતાએ ૬૩૧.૯, મેહુલીએ ૬૩૦.૮ અને આશિએ ૬૨૩.૩નો સ્કોર કર્યો હતો. યજમાન ચીને આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતને રોઇંગમાં તેનો બીજાે મેડલ મળ્યો, જ્યાં તેણે પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સમાં સિલ્વર મેડલ જીત્યો. અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે ભારતને ગેમ્સમાં બીજાે મેડલ અપાવ્યો. ભારતીય જાેડી ૦૬ઃ૨૮ઃ૧૮ કલાકે ક્લોક કરીને બીજા ક્રમે રહી હતી.
રોઇંગમાં ભારતને દિવસનો ત્રીજાે મેડલ મળ્યો. બાબુ લાલ યાદવ અને રામ લેખે મેન્સ ડબલ્સ ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ભારતીય જાેડીએ ૬ઃ૫૦ઃ૪૧નો સમય લીધો અને બ્રોન્ઝ જીત્યો. આ પહેલા અર્જુન લાલ અને અરવિંદે રોઈંગમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતને રોઇંગમાં તેનો ત્રીજાે મેડલ મળ્યો, જ્યારે ભારતીય ટીમે ૦૫ઃ૪૩.૦૧ના સમય સાથે પુરુષોની કોક્સેડ ૮ ઇવેન્ટમાં સિલ્વર જીત્યો. આ સાથે ભારતે રોઈંગમાં ૩ મેડલ જીત્યા છે.
સ્મૃતિ મંધાનાની કપ્તાની હેઠળ રમી રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગેમ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સ્મૃતિ મંધાનાની ટીમે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૮ વિકેટે હરાવ્યું હતું. આ રીતે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આ રમતોમાં ઓછામાં ઓછા એક સિલ્વરની ખાતરી કરી છે. રમિતા જિંદાલે એશિયન ગેમ્સમાં ભારતને પાંચમો મેડલ અપાવ્યો હતો.
રમિતા જિંદાલે મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો. આ ૧૯ વર્ષના શૂટરે ૨૩૦.૧ના સ્કોર સાથે આ મેડલ જીત્યો હતો. છેલ્લા શોટ સુધી તે ટોપ-૨માં હતી, પરંતુ ત્રીજા સ્થાને રહી હતી. આ સ્પર્ધામાં મેહુલી ઘોષ ચોથા ક્રમે રહી હતી. ચીનને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યા છે.
ચીનના હાંગઝોઉમાં આયોજિત આ એશિયન ગેમ્સમાં ભારતના કુલ ૬૫૫ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. એશિયન ગેમ્સમાં આ દેશની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. ભારતીય ખેલાડીઓ કુલ ૪૦ ઈવેન્ટમાં પોતાનો પડકાર ફેંકશે. આ વખતે ભારતની મહિલા અને પુરૂષ ક્રિકેટ ટીમો પણ આ ગેમ્સમાં ભાગ લઈ રહી છે.