Western Times News

Gujarati News

મેધા શંકર એક ફિલ્મ હિટ આપીને દેશમાં છવાઈ ગઈ

મુંબઈ, હાલમાં જ, IMDB ભારતની સૌથી લોકપ્રિય ભારતીય સેલેબ્સની યાદી ૧૬ જાન્યુઆરીએ અને સપ્તાહના અંતે બહાર પાડવામાં આવી હતી. તેમના મતે, મેધા શંકર તેની ફિલ્મ 12th ફેલ તરફના નવી ફોલોઇંગ અને ક્રેઝના કારણે પહેલા સ્થાન પર છે, જે સિનેમાઘરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે અને પોતાની ડિજીટલ રિલીઝ બાદ પ્રશંસા મેળવી રહી છે.

સિનેમાઘરોની બાદ લોકોને ડિઝની હાટસ્ટાર પર 12th ફેલ ફિલ્મને પણ ઘણો પ્રેમ આપ્યો અને દર્શકો તેના પોતપોતાના સોશિયલ એકાઉન્ટ પર શાનદાર ફીડબેકની સાથે લાંબી-લાંબી પોસ્ટ પણ લખી રહ્યા છે. ફિલ્મના મુખ્ય કલાકાર અને મેઘાને કો-સ્ટાર વિક્રાંત મૈસી નંબર ૨ સ્થાન પર છે.

શાહરુખ ખાન, સલમાન ખાન, પ્રભાસ, હ્રિતિક અને દીપિકા પાદુકોણ જેવા સુપરસ્ટાર્સ પણ પાછળ રહી ગયાં છે. ફિલ્મ રીલિઝ પહેલા મેધા શંકરનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે પરંતુ હવે લોકો તેને જાણવામાં રસ લઈ રહ્યા છે.

એક અભિનેત્રી તરીકે, મેધાની પ્રોફાઇલ પહેલેથી સ્થાપિત કલાકારો કરતાં વધુ સર્ચ કરવામાં આવી હતી. ખાસ કરીને જ્યારે તેની ફિલ્મ આખા ભારતમાં ધૂમ મચાવી રહી છે. ગયા વર્ષના અંતમાં, અન્ય એક નવી બોલિવૂડ સેન્સેશન તૃપ્તિ ડિમરીને પણ આ પ્રકારે શોધવામાં આવી હતી, જેણે રણબીર કપૂરની સાથે એનિમલમાં કામ કર્યુ હતું. હવે 12th ફેલની હીરોઈન વિશે લોકો ખૂબ જ તપાસ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પણ તેના ફોલોઅર્સ પહેલાં કરતાં ઘણાં વધી ગયાં છે. શું તમે જાણો છો કે મેધા શંકર કોણ છે? નોઇડામાં જન્મેલી અને ઉછરેલી, મેઘા માત્ર અભિનેત્રી જ નથી પરંતુ પ્રશિક્ષિત શાસ્ત્રીય ગાયિકા પણ છે. તેણી પ્રતિષ્ઠિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી, દિલ્હીમાંથી ફેશન મેનેજમેન્ટમાંથી ગ્રેજ્યુએટ છે, પરંતુ તેણીએ અભિનયને પોતાના કરિયર તરીકે પસંદ કર્યું.

મેધાએ ૨૦૨૧ માં રિલીઝ થયેલી શાદીસ્થાન સાથે બોલિવૂડમાં પ્રવેશતા પહેલા ૨૦૧૯ માં બ્રિટિશ ટીવી શ્રેણી બીચમ હાઉસમાં અભિનયની શરૂઆત કરી હતી. બીજા વર્ષે તે બીજી ઇન્ડી ફિલ્મ મેક્સ, મિન ઔર મેવઝાકીમાં જોવા મળી. આ સાથે મેધાએ ડિઝની પ્લસ હાટસ્ટારની ફિલ્મ દિલ બેકરારમાં પણ સપો‹ટગ ભૂમિકા ભજવી હતી.

પરંતુ 12th ફેલથી તેને સફળતા મળી. વિધુ વિનોદ ચોપડાની ફિલ્મમાં મેધા શંકરે લીડ રોલ નિભાવ્યો જે IPC મનોજ કુમાર શર્માની વાસ્તવિક સફળતાની કહાણી પર આધારિત હતી. ફિલ્મમાં મેધાએ શ્રદ્ધા જોશ, મનોજની સાથી IAS ઉમેદવાર, અંતતઃ જીવનસાથી અને ખુદ એક IAS અધિકારીની ભૂમિકા નિભાવી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.