લાયન્સ ક્લબ ડાકોર દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) ડાકોર લાયન્સ ક્લબ ડાકોર શ્રીજી અને પારુલ હોસ્પિટલ.વડોદરાના સંયુક્ત ઉપક્રમે ,પંડ્યા પરિવારના સહયોગથી ડાકોર નગરમાં વિવિધ રોગોના નિદાન અને સારવાર માટેનો મેડિકલ કેમ્પ ડાકોરના મોરારભુવન ખાતે તા.૨૦-જાન્યુઆરીના આ કેમ્પ નુ આયોજન કરાયું. પારુલ હોસ્પિટલના ૮- જેટલા ડોક્ટર્સ,તથા અન્ય સ્ટાફ સાથે હોસ્પિટલના PRO કુન્તલ પટેલે પોતાની ઉત્તમ સેવાઓ કેમ્પમાં આપી હતી.
ડાકોરના લગભગ ૧૨૦ જેટલા દર્દીઓએ કેમ્પમા લાભ લીધો હતો.આ કેમ્પમાં લા.પ્રમુખ લા.અશોકભાઇ પંડ્યા,ઉપ પ્રમુખ લા.ચતુરભાઇ પટેલ,મંત્રી લા.અનંતભાઇ જાેષી, લા.ગિરિરાજ ભટ્ટ,લા.પિનાકિનભાઇ સેવક,લા.પ્રમોદિનીબેન વ્યાસે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ક્લબના ગાઇડિગ લાયન રઘુભાઈ જાેષીએ સૌ ડોક્ટરો નો સભામાં પરિચય કરાવ્યો હતો એવા. સુધીર ભાઇ પંડ્યાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. હતું.કેમ્પમા આવેલા દર્દીઓને વઘુ સારવાર માટે વડોદરા પારુલ હોસ્પિટલમાં બીજા દિવસે લઈ જવા માટેની બસની વ્યવસ્થાનુ આયોજન કરવામાં આવ્યું છે.કેમ્પમા દરેક દર્દીઓને નીઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામા આવ્યું.