મેડિકલ ઓક્સિજનમાં છેલ્લા પાંચ દિવસમાં ૨૦% ઘટાડો
અમદાવાદ: લગભગ એક મહિના પહેલા રાજ્યને મેડિકલ ઓક્સિજનની ખૂબ જ જરૂર હતી, જેણે રાજ્ય સરકારને કોવિડ-૧૯ના દર્દીઓ માટે ઓક્સિજનનો જથ્થો સુવ્યવસ્થિત કરવા માટે પ્રેરિત કર્યા હતા. હવે એક મહિનાના સમયગાળામાં ઓક્સિજનની માગમાં ઘટાડો થયો છે. ૭ ઓક્ટોબરે ૨૦૯ મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનનો ઉપયોગ થયો હતો, જે આંકડો ૧૨ ઓક્ટોબરે ઘટીને ૧૬૮ મેટ્રિક ટન પર પહોંચ્યો હતો. ૨૧ સપ્ટેમ્બરની વાત કરીએ તો, પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ગુજરાતમાં એ દિવસે ૨૪૦ મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની જરૂર પડી હતી. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં આ સૌથી ઓછી દૈનિક માગ છે,
જ્યાં સરેરાશ દૈનિક માગ આશરે ૨૦૦ મેટ્રિક ટન છે. સિવિલ હોસ્પિટલના Civil Hospital Ahmedabad સુપ્રીટેન્ડેન્ટ ડો. જે. પી મોદીએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના દર્દીઓ માટે ઓક્સિજન મહત્વપૂર્ણ છે કારણ કે, તે દવા જેટલો સારો છે. ‘હાલના સમયમાં ઓક્સિજન પર દર્દીઓ હોય તેવા ૫૦ ટકા બેડ છે, જે છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા છે’, તેમ તેમણે કહ્યું હતું. શહેરની હોસ્પિટલોએ બે પરિબળો વિશે વાત કરી હતી- કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં એકંદર ઘટાડો અને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં ઘટાડો-આ બાબત માટે જવાબદાર છે.
‘છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોવિડ-૧૯ સંક્રમણની ગંભીરતા થોડી ઓછી થઈ છે, જેના પરિણામરૂપે તેવા દર્દીઓની પણ સંખ્યા ઘટી છે જેમને ઓક્સિજન આપવાની જરૂર હતી’, તેમ શેલ્બી હોસ્પિટલના ગ્રુપ સીઓઓ ડો. નિશિતા શુક્લાએ (Shalby Hospital Group COO Dr. Nishita Shukla told) જણાવ્યું હતું. તેમણે તેમ પણ કહ્યું કે, દેશમાં અન્ય કેટલીક જગ્યાઓમાં પણ આવું વલણ જોવા મળી રહ્યું છે.