મેડિકલ બેઠકો ખાલી રાખી શકાય નહીં: સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, મેડિકલ અભ્યાસક્રમની બેઠકો ખાલી રાખી શકાય નહીં. કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને રાજ્યો સહિત સંબંધિત પક્ષકારો સાથે બેઠક કરી આ મુદ્દે નીમાયેલી સમિતિની ભલામણો પર ચર્ચા કરવા જણાવ્યું હતું. જજ બી આર ગવઇ અને કે વી વિશ્વનાથનની બેન્ચે કેસની સુનાવણી વખતે જણાવ્યું હતું કે, “બેઠકો ખાલી રહેવી જોઇએ નહીં.”
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે વિવિધ મેડિકલ કોર્સની સુપર સ્પેશિયાલિટી બેઠકો ખાલી હોવાના મુદ્દે જવાબ માંગ્યો હતો. એ વખતે કેન્દ્ર સરકારે હેલ્થ સર્વિસિસના ડિરેક્ટર જનરલના ચેરમેનપદ હેઠળ રાજ્યો અને ખાનગી મેડિકલ કોલેજોના પ્રતિનિધીઓ સહિત તમામ હિસ્સેદારોના સમાવેશ સાથેની સમિતિ રચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
શુક્રવારે કેન્દ્ર સરકારના વકીલે જણાવ્યું હતું કે, “વિવિધ પક્ષકારો સાથેની સમિતિએ આ મુદ્દે ભલામણો સુપરત કરી છે.” જોકે, વકીલે કોર્ટને કહ્યું હતું કે, “કેન્દ્રએ પક્ષકારો સાથે બેઠક કર્યા પછી નક્કર પ્રસ્તાવ સુપરત કર્યાે હોત તો યોગ્ય પગલું કહેવાય.” તેને લીધે કોર્ટે કેન્દ્ર સરકારને બેઠક યોજવા નિર્દેશ આપ્યો હતો.
એપ્રિલ ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, “૧,૦૦૩ કીમતી સુપર સ્પેશિયાલિટી બેઠક પર કોઇનૈ પ્રવેશ નહીં મળતા તમામ બેઠક નકામી ગઇ હતી. એક તરફ સુપર સ્પેશિયાલિટી ડોક્ટર્સની હંમેશા તંગી હોય છે અને બીજી બાજુ આવી કીમતી મેડિકલ બેઠકો ખાલી રહે છે.”SS1MS