Western Times News

Gujarati News

તુલસીનું ઔષધીય યોગદાનઃ આટલા રોગોમાં તુલસી છે અકસીર

બહુ બધા દર્દોમાં ખુબ સારી રાહત આપનાર નિર્દોષ સરળ, સુલભ- ઘરગથ્થુ અને ખર્ચ વિનાનું આપણુ પોતીકું ઉત્તમ ઔષધ તુલસીના પાન

તમે જાેજાે ! જેમ ઘર હોય ત્યાં રાંધવાનો ચુલો હોય પાણીનુ પાણીયારું હોય સુવા-બેસવા ખાટલા પલંગ પથારી હોય તેમ આવા કુટુંબ સ્વાસ્થ્યની રક્ષા કરનાર તુલસી કયારો પણ હોવાનો જ ! આપણા દેશમાં હિદુઓનું કોઈ ઘર તુલસીના છોડની હાજરી વિનાનું નહી જડે. તુલસીનો વાસ છે ત્યાં મચ્છરોનો નાશ છે. એમાંય મેલેરીયાના મચ્છરોના તો તુલસી મોસ્કવીટોપ્લટાં કે ફીવરપ્લાન્ટ જેવું બિરૂદ પ્રાપ્ત થયું છે.

તુલસીનું ઔષધીય યોગદાનઃ ઉપેન્દ્રરાય સાડેસરાના તુલસી વિશેના લખાણ પ્રમાણે મરડો મગજની ગરમી નસકોરી, ફુટવી ગળા-કાનનો દુખનો છાતીનો કફ કબજીયાત દાજેલા ઘા મેલેરીયા અરે વીછીનો ટચાકો કે સર્પદશ સુધ્ધામાં રાહત કર છે. શીળસની ખજવાળ કોઢ કરોળીયા, સફેદ દાગ, ધનુર્વા આંખની તકલીફો કોલેસ્ટેરોલનું વધવું બ્લડપ્રેશર દમ અને કેન્સર પક્ષઘાત હેડકી જેવા પાર વિનાના દર્માં કોઈમાં તેના પાન ચાવવાથી કોઈમાં તેનો રસ પીવાથી કોઈ તે રસ શરીરે ચોપડવવાથી તો કોઈમો વળી કાળામરી આદુ, મધ કપુર કોપરેલગ ગોળ દુધ અને સાકાર અરે !

લસણ અને ડુંગળી સહીતના પુરક પદાર્થોના નિશ્ચિત પ્રમાણ સાથે ઉપયોગ કરવાથી બહુ બધા દર્દોમાં ખુબ સારી રાહત આપનાર નિર્દોષ સરળ, સુલભ- ઘરગથ્થુ અને ખર્ચ વિનાનું આપણુ પોતીકું ઉત્તમ ઔષધ બની રહે છે. તંદુરસ્ત વ્યકિત પણ તેનું સેવન ચાલુ રાખે તો કોઈ પણ રોગ પાસે ઢુંકી શકતા નથી.

તુલસીમાં તો ખેતીપાકોના ફળોમાં સડો પેદા કરનારી ફળમાખીના નરને પાંઝરે પુરી- એ વસાહતમાં કુટુંબની યોજનની યુકિત અજમાવી તેને કાબુમાં રાખવાની પણ આવડત છે. અરે તુલસીનું વ્યવસ્થિત વાવેતર કરી ખેડૂતો છોડના દેહભાગોની આર્યુવેદીક ઔષધો અર્થ સુકવણી કરી એના ડીલર્સોને વેચીને કમાણી પણ કરી શકે છે.

લાલ તુલસી તિલકતુલસી કપુરતુલસી જંગલીતુલસી એવા ઘણાં નામો સંભળાય છે. પણ એ બધાં એને મળતાવડાં છોડ જાેઈ દીધેલાં નામ છે. તુલસીની મુખ્ય બે જાતો છે. એક છે લીલા વસ્ત્રધારી એટલે કે રામતુલસી અને બીજી છે. જાંબલી ઝાંયની દેખાવધારી એટલે કે શ્યામ કે કૃષ્ણતુલસી બંનેના છોડ જાે સાચવવા હોય તો એકથી વધારે વર્ષ ટકનારશા સ્વાદે ગુણે એકસરખા.

આધ્યાત્મિક મહત્વઃ જીદગીના શ્રેષ્ઠ પ્રસંગોમાં એક લગ્નપ્રસંગ તે નિર્વીધ્ને પુર્ણ થાય અને દંપતીના સંસાર સુખમય રીતે ચાલે તેવા શુભારંનું કામ ભગવાન વિષ્ણુને સોપાયું છે. એટલે જ દર વવરસે દેવદિવાળીએ વિષ્ણુ સાથે તુલસીની જાન જાેડી ફેરા ફેરી વાજતે ગજાતે તુલસી લગ્ન કરવ્યા પછી જ આપણા યુવાન યુવક યુવતીઓના લગ્નનો પ્રારંભ કરાયય છે.

આપને ખ્યાલ હશે જે કેઆપણી ભારતીય સ્ત્રીઓ તુલસીની બહુ જ ભાવથી પુજા કરતી હોય છે. અરે સત્યનારાયણની કથામાં વિષ્ણુ સહસ્ત્રના જાર જાપતા દરેક વખતે તુલસીપત્ર ચઢાવાતા હોય છે. તુલસી માનવ જીવનમાં એવી રીતે ઓતપ્રોત થઈ ગઈ છે કે કેટલાય કાર્યોમાં એની હાજરી ન ભળાય ત્યાં સુધી કાર્ય ખોરંભાઈને અટકી જતું હોય છે. ભગવાનની આરતી પછીી અપાતા ચરણામૃતમાં દહી, દુધસાકર જેવી વસ્તુઓ નહી હોય તો ચાલશે. પણ એવા સાદા જળમાં માત્ર તુલસીપત્ર નખાયે કામ ચાલી જશે. પ્રભુને પ્રસાદ ધરતી વવેળા મેવા-મીઠાઈ જે હાજર હોય તે થાળમાં મુકાય બાકી તુલસીપત્ર ન હોય તો ન ચાલે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.