51 સાવજને બીમારીથી બચાવવા મારણમાં અપાઇ દવા
(એજન્સી)અમરેલી, ગિરસોમનાથ અને જુનાગઢ જીલ્લો ગીર વિસ્તારની અંદર ગણવામાં આવતો વિસ્તારને ગણવામાં આવે છે. આ વિસ્તારની અંદર વન્ય પશુઓ અને પ્રાણીઓનો ખૂબ જ વસવાટ છે ગીર સિંહનું નિવાસસ્થાન ગણવામાં આવે છે. ચોમાસા પહેલા ગીર પૂર્વે પાંચ રેન્જમાં વનતંત્રની એક ઉત્કૃષ્ટ કામગીરી શરૂ કરવામાં આવી છે.
સિંહને ઇતરડીથી લઈ પેટના કૃમિ સામે પણ રક્ષણ મળે જે માટે મરણમાં દવા આપવામાં આવી છે. મનીષ ઓડેદરા જણાવ્યું કે, બે વર્ષથી સિંહ માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં મારણમાં દવા આપવામાં આવે છે . સિંહના શરીર પરથી પણ મળે છે તેથી હિમોગ્લોબીન ઘટે છે
અને બાદમાં માંદગીનો ભોગ સિંહ બને છે જેથી આ દવાઓ સિંહને મારણમાં આપવામાં આવી રહી છે અને ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. દલખાણીયા રેન્જમાં ૨૨ સિંહ, સરસીયા રેન્જમાં ૫, જસાધાર રેન્જમાં ૨૦, હડાલા રેન્જમાં ૨ અને તુલસીશ્યામ રેન્જ વિસ્તારની અંદર વસતા સિંહને મારણની અંદર ખાસ દવા આપવામાં આવી રહી છે.