Western Times News

Gujarati News

ઈસનપુર અર્બન હેલ્થ સેન્ટરમાંથી એઝીથ્રોમાઈસીન સહિત લાખો રૂપિયાની દવાઓ ગાયબ

File

ટેબલ ખુરશી, તિજોરી પણ ગુમ થયા હોવાનો ઘટસ્ફોટ-કોરોના સમયે દર્દીઓને આપવામાં આવતી કેલ્શિયમ ડી-૩ ની ૪૮૦૦ ટેબલેટનો પણ કોઈ હિસાબ મળતો નથી. 

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરના નાગરિકો જયારે વૈશ્વિક મહામારી કોરોના સામે ઝઝુમી રહયા હતા ત્યારે અનેક સ્વેÂચ્છક સંસ્થાઓ તેઓની મદદે આવી હતી.

પરંતુ તેવા કપરા સમયે ઈસનપુર અર્બન હેલ્થ સેન્ટરમાંથી કોરોના માટે ઉપયોગી તેવી દવાઓ સહીત લાખો રૂપિયાની અન્યત્ર પગ કરી ગઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ દવાઓ અર્બન હેલ્થ સેન્ટરમાં આવ્યા બાદ ક્યા ગઈ તેની કોઈ જ વિગત કર્મચારીઓ કે ઉચ્ચ અધિકારીઓ પાસે નથી. ચોંકાવનારી બાબત એ છે કે દવાઓની સાથે સાથે ખુરશી, ટેબલ કે તીજોરી જેવી વસ્તુઓ પણ ગાયબ થઈ ગઈ છે. Medicines worth lakhs of rupees, including azithromycin, go missing from Isanpur Urban Health Center

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાગરિકોને સારી સારવાર મળી રહે તે માટે અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ યોગ્ય દેખરેખના અભાવે તેમજ આઉટ સો‹સગના કારણે જે આશ્રય સાથે અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા તે પૂર્ણ થયું નથી.

પ્રાપ્ય માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોનાના સમયે તેની સારવાર માટે અત્યંત જરૂરી કહી શકાય તેવી એઝીથોમાઈસીન, વિટામીન સહિતની નેક દવાઓ ઈસનપુર અર્બન હેલ્થ સેન્ટરમાંથી ગાયબ થઈ ગઈ છે. જયારે કોરોના મહામારી તેની ચરમસીમાએ હતી તે સમયે એટલે ર૦ર૦ના વર્ષમાં ઈસનપુર અર્બન હેલ્થ સેન્ટરમાંથી વિટામીન સી પ૦૦ મિ.લી. ગ્રામની ર૮૦૦૦ હજાર તેમજ એઝીથોમાઈસીન પ૦૦ એમ.જી. ૩૦૦૦ દવાઓ ગાયબ થઈ ગઈ હતી.

આ દવાઓ અર્બન હેલ્થ સેન્ટરમાં આવી હતી પરંતુ ત્યારબાદ તેઓ ક્યાય વપરાશ થયો કે ચોરી થઈ તે બાબતની કોઈ જાણકારી સ્ટાફ પાસે નથી. આ ઉપરાંત કલોરોફીર્નામાઈન સીરપની ૧પ૦૦ બોટલ, ડીઝીટલ બીપી મોનીટર ૦ર નંગ પણ ગાયબ થઈ ગયા હતાં.

કોરોના સમયે દર્દીઓને આપવામાં આવતી કેÂલ્શયમ ડી-૩ ની ૪૮૦૦ ટેબલેટનો પણ કોઈ હિસાબ મળતો નથી. ઈસનપુર અર્બન હેલ્થ સેન્ટરમાંથી બાયોમેડીકલ વેસ્ટ બેગ, ડીસ્પોઝેબલ ગ્લોસ, ડીસ્પોઝેબલ નીડલ વગેરે પણ મોટી સંખ્યામાં ગાયબ થઈ ગયા છે.

મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત ઈસનપુર અર્બન હેલ્થ સેન્ટરમાંથી દવાઓની સાથે સાથે ડેડસ્ટોક આઈટમ પણ ગાયબ થઈ છે જેમાં તીજોરી, ખુરશી, એંગલ લેમ્પ, ઈ.સી.જી. મશીન, નેબ્યુલાઈઝર વિગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્લુકોઝ ટ્રીપ ૧૦રપ નંગ, રબર ગ્લોઝ ર૪૦, સ્લાઈડ પ૭પ નંગ, યુરીકન સ્ટ્રીપ્સ ૪૪ નંગ પણ અન્યત્ર પગ કરી ગયા હોવાનું વિગતો બહાર આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.