મીના કુમારીની બાયોપિક બનવા સામે પરિવારે વાંધો ઉઠાવ્યો

મુંબઈ, ફિલ્મ અભિનેત્રી કૃતિ સેનન હવે નિર્માતા પણ બની ગઈ છે. ત્યારે હવે તે દિવંગત અભિનેત્રી મીના કુમારી ઉપર ફિલ્મ બનાવવા જઈ રહી છે. આ માટે તે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે મળીને કામ કરશે. જાેકે, આ ફિલ્મ બને તે પહેલાં જ બંને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. Meena Kumari’s family objected to the biopic being made
દિગ્ગજ અભિનેત્રી મીના કુમારીના પરિવારને આ સમાચાર બિલકુલ ગમ્યા નથી. મીના કુમારીના દિવંગત પતિ-ફિલ્મ નિર્માતા કમલ અમરોહીના પુત્ર તાજદાર અમરોહીએ બાયોપિક બનવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે એક ન્યૂઝ પોર્ટલને કહ્યું, કેટલાક ઉદ્યોગના લોકો સંપૂર્ણપણે નાદાર અને ચોર બની ગયા છે. તેમને મારા ઘરમાં અને ડોમેઈનમાં ઘૂસવાનો અને પગ મૂકવાનો કોઈ અધિકાર નથી. તે માત્ર ચોર જ નથી પણ ડાકુ પણ છે.
તાજદારે વધુમાં કહ્યું હતું કે, કોઈ પણ રીતે તેઓ જે પણ બનાવશે. તે બધા જૂઠાણાં પર આધારિત હશે. એક વેબ પોર્ટલ સાથે વાત કરતા તાજદારે વધુમાં જણાવ્યું હતું કે, ‘બાબા કમાલ અમરોહીનું નિધન ૨૯ વર્ષ પહેલા અને છોટી અમ્મી મીના કુમારીનું ૫૦ વર્ષ પહેલાં અવસાન થયું હતું, પરંતુ તેઓ આજે પણ લોકોના મનમાં જીવંત છે. હું કહીશ કે, છોટી અમ્મીની સૌથી સફળ ફિલ્મો બાબા સાથેના લગ્ન પછી આવી હતી. લગ્ન પહેલા તેમણે પૌરાણિક કથાઓમાં કામ કર્યું હતું.
કમાલ અમરોહી તેમના જીવનમાં એક સારું નસીબ લઈને આવ્યા હતા, બીજી તરફ બાયોપિક સામે કાયદાકીય કાર્યવાહી અંગે જણાવતા તાજદારે જણાવ્યું હતું કે, મારા વકીલ મને જે જણાવશે. તે પ્રમાણે હું કરીશ. તેમણે અત્યારે મને રાહ જાેવાનું કહ્યું છે. એટલે હવે હું અને મારી બહેન રૂશકસર બંને કેસ કરીશું.આપને જણાવી દઈએ કે, આ પહેલા કૃતિ સેનનની ફિલ્મ આદિપુરૂષ થિએટર્સમાં ફ્લોપ સાબિત થઈ હતી.
એટલું જ નહીં, આદિપુરૂષની ચારે તરફ ટીકા પણ થઈ રહી છે. તે પછી ફિલ્મના કેટલાક સીન હોય કે પછી ફિલ્મના કેટલાક ડાયલોગ્સ. લોકોએ આદિપુરૂષ ફિલ્મને એટલી પસંદ નહતી કરી. તેવામાં હવે કૃતિ સેનને પોતાના હાથમાં નવો પ્રોજેક્ટ લીધો છે તે પણ બાયોપિક ફિલ્મ બનાવવાનો.SS1MS