Western Times News

Gujarati News

3383 કરોડની સંપત્તિ સાથે ગુજરાતી પરાગ શાહ મહારાષ્ટ્રમાં સૌથી ધનિક ઉમેદવાર

ઘાટકોપર ઈસ્ટની બેઠક પરથી ઉમેદવારી કરનારા પરાગ શાહ

મુંબઈ, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે સૌથી ધનિક ઉમેદવાર તરીકે ઘાટકોપર ઈસ્ટની બેઠકના ગુજરાતી ઉમેદવાર પરાગ શાહ જાહેર થયા છે. ચૂંટણી ફોર્મ એફિડેવિટના તેઓએ ૩૩૮૩.૦૬ કરોડની સંપત્તિ દર્શાવી છે. Maharashtra’s richest candidate whose assets grew 575% to Rs 3,383.06 crore

ર૦૧૯ની સરખામણીએ પ૭પ ટકાનો વધારો થયો છે. ર૦૧૯માં તેઓએ પપ૦.૬ર કરોડની સંપત્તિ દર્શાવી હતી. ઘાટકોપર ઈસ્ટની બેઠક પરથી ઉમેદવારી કરનારા પરાગ શાહે ૩૩૧પ.પર કરોડની સ્થાવર મિલકત તથા ૬૭.પ૩ કરોડની અસ્થાયી સંપત્તિ દર્શાવી છે.

રિયલ એસ્ટેટનો વ્યવસાય ધરાવતા પરાગ શાહ કોમર્સ સ્નાતક છે. માન ઈન્ફ્રાકન્સ્ટ્રકશનની ર૦૦રમાં સ્થાપના કરી હતી અને સમાજ સેવાના ઉદ્દેશ સાથે રાજકારણમાં જોડાયા હતા. ર૦૧૭માં કોર્પોરેટર બન્યા હતા.

મહારાષ્ટ્રમાં ર૦મી નવેમ્બરે ર૮૮ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે અને તેમાં અંદાજિત ૮૦૦૦ ઉમેદવારોએ ઝૂકાવ્યું છે. ગઠબંધન કરનાર ભાજપ મહાયુતિમાં ૧૪૮ બેઠકો પર લડે છે જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ ૧૦૩ બેઠકો પર લડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.