Western Times News

Gujarati News

અઠવાડિયામાં માગણી સંતોષો, નહિ તો જલદ આંદોલનઃ ખેડૂતો

નવી દિલ્હી, ઉત્તરપ્રદેશના ખેડૂતોએ સરકારે કરેલી જમીન સંપાદનનું ઉચિત વળતર નહીં મળ્યું હોવાનો ગંભીર આક્ષેપ મુક્યો છે. તેમણે એક તબક્કે દિલ્હી કૂચનો કાર્યક્રમ રાખ્યો હતો અને વિવિધ ભાગોમાંથી ખેડૂતો પહોંચ્યા પણ હતા. જોકે પછી તેમણે કાર્યક્રમ એક અઠવાડિયા સુધી મોકૂફ રાખ્યો હતો.

તેમણે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે જો તેઓ માગણી નહિ સંતોષે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. જોકે તેઓ ત્યાં સુધી દલિત પ્રેરણા સ્થળે જ અડ્ડો જમાવીને રહેશે.

આ સાથે ઉચિત વળતરની માંગ કરી રહેલા ઉત્તરપ્રદેશના વિવિધ ભાગોમાંથી ખેડૂતો વિરોધના ભાગરુપે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ કૂચ કરીને સોમવારે નોઇડા-દિલ્હીની બોર્ડર પર પહોંચ્યા હતા, ત્યારે પોલીસે ખેડૂતોને અટકાવવાનો પ્રયાસ કર્યાે હતો.

‘બોલ કિસાન, હલ્લા બોલ’ના નારા લગાવીને પ્રદર્શનકારી ખેડૂતો દાદરી-નોઇડા લિં રોડ પર મહામાયા ફ્લાયઓવર પર એકત્ર થયા અને સવારે લગભગ ૧૧-૩૦ કલાકે દિલ્હી તરફ પોતાની કૂચનો આરંભ કર્યાે હતો.

જોકે એ પછીસંસદના ચાલી રહેલા શિયાળુ સત્રની સાથે-સાથે વિરોધ પ્રદર્શન અંતર્ગતની કૂચને ધ્યાનમાં રાખીને પોલીસે બેરિકેડ લગાવ્યા હતા. વિવિધ ખેડૂતો સમૂહોના બેનરો અને ઝંડા લઈને મોટી સંખ્યામાં પ્રદર્શનકારી ખેડૂતોએ નોઇડા પોલીસે લગાવેલા બેરિકેડને ઓળંગી દીધા હતા.

કેટલાક ખેડૂતો બેરિકેડ પર ચડી ગયા હતા, જ્યારે અન્ય કેટલાક ખેડૂતોને ધક્કા પણ માર્યા હતા. છેવટે પોલીસની ટુકડીઓએ ખેડૂતોને ચિલ્લા બોર્ડરથી લગભગ એક કિલોમીટર દૂર નોઇડા લિંક રોડ પર દલિત પ્રેરણા સ્થળની પાસે ખેડૂતોને રોકી દીધા હતા, જે દિલ્હીમાં પ્રવેશ કરવાનું એક સ્થળ છે. અહીંયા સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા ખેડૂતોને શાંત પાડવાની કોશિશ કરવામાં આવી હતી.

૧૨ ખેડૂતો સંગઠનાના બનેલા મુખ્ય સંગઠન સંયુક્ત કિસાન મોર્ચા(એસકેએમ)ની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય શશિકાંતએ જણાવ્યું કે, એસકેએમન ગૌતમબુદ્ધ નગર એકમે ઉચિત વળતર નહીં મળવાના મામલામાં વિરોધ પ્રદર્શન આયોજિત કર્યા હતા.

આંદોલનને નિષ્ફળ બનાવવાના પ્રયાસમાં એસકેએમના જિલ્લા પ્રમુખ ગંગેશ્વર દત્ત શર્માની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ખેડૂત નેતાઓએ સરકાર પર પોતાની માંગોને લઈને દબાણ ચાલું રાખવાનો નિર્ણય લીધો છે.અહીંયા નોંધવું રહ્યું કે, ખેડૂતોની મુખ્ય માંગોમાં જમીન અધિગ્રહણ કાયદો-૨૦૧૩ અંતર્ગત સંપાદિત કરાયેલી જમીનનું બાકી વળતર ચૂકવવાની માંગ સામેલ છે.

કેમ કે ખેડૂતોને વળતર પેટે ફક્ત ૩૩.૩ ટકા જ રકમ ચૂકવાઈ છે. સંયુક્ત કિસાન મોરચા(બિન રાજકીય) અને કિસાન મજદૂર મોરચાના નેતૃત્વમાં પંજાબના ખેડૂતોના એક સમૂહને ૬ ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરવા આહ્વાન કરાયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.