Western Times News

Gujarati News

અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગઢ ચંડોળા તળાવ પર મેગા ડિમોલિશન

અમદાવાદ, અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમની અટકાયત કરવામાં આવી રહી છે. એવામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવશે. અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે.

પોલીસે અહીંથી જ ૮૦૦થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવશે.

સોમવાર રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને તર્કાે ગોઠવી દેવામાં આવ્યા હતા. અહીં ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, એસઆરપી તથા એસઓજીની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે.

અંદાજે ૪૦થી ૫૦ બુલડોઝર અને ૪૦થી વધુ ડમ્પરનો ખડકલો ચંડોળા તળાવ પાસે કરી દેવાયો છે. નોંધનીય છે કે ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી છે.

છેલ્લા ૧૪ વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે. પોલીસ દ્વારા છેક હવે કાર્યવાહી કરવામાં આવતા લોકો એ પણ સવાલ કરી રહ્યા છે કે તંત્રના નાક નીચે વર્ષાેથી આટલું ગેરકાયદે બાંધકામ કઈ રીતે ચાલતું હતું?SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.