મહેબૂબા મુફ્તી-ભાજપ ગઠબંધન સરકારમાં મંત્રીએ મને 300 કરોડની ઓફર કરી હતીઃ સત્યપાલ મલિક
મેઘાલયના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની CBIએ પૂછપરછ કરી
આ ઓફર ‘અંબાણી’ અને RSS સાથે સંકળાયેલ વ્યક્તિ’ની બે ફાઈલો ક્લિયર કરવાના બદલામાં મળવાની હતી, પરંતુ તેમણે આ ડીલ ફગાવી દીધી હતી.
નવીદિલ્હી, સીબીઆઇએ દિલ્હીમાં સીબીઆઇ હેડક્વાર્ટરમાં મેઘાલયના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની પૂછપરછ કરી હતી. આ સવાલ-જવાબ કેન્દ્રીય એજન્સીના દિલ્હી હેડક્વાર્ટર ખાતે હાથ ધરવામાં આવ્યા હતા.
તેમના પર આરોપ છે કે જ્યારે તેઓ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને બે ફાઈલો ક્લિયર કરવા માટે ૩૦૦ કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.
અગાઉ, પૂર્વ ગવર્નર સત્યપાલ મલિક પર ૩૦૦ કરોડ રૂપિયાની લાંચ આપવાના આરોપમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે આને મંજૂરી આપી હતી. હકીકતમાં સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને ૩૦૦ કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.
આ ઓફર ‘અંબાણી’ અને RSS સાથે સંકળાયેલ વ્યક્તિ’ની બે ફાઈલો ક્લિયર કરવાના બદલામાં મળવાની હતી, પરંતુ તેમણે આ ડીલ ફગાવી દીધી હતી.
આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તે સમયેતેમને ભ્રષ્ટાચાર સાથે સમાધાન ન કરવા કહ્યું હતું. જમ્મુ-કાશ્મીર પ્રશાસને કેન્દ્ર સરકારને આ દાવાની તપાસ કરવાની ભલામણ કરી હતી. જેને હવે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે.
૧૭ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુમાં એક કાર્યક્રમમાં સત્યપાલ મલિકે કહ્યું હતું કે, ‘કાશ્મીર ગયા પછી મારી પાસે બે ફાઇલો આવી. એક અંબાણીની ફાઈલ હતી અને બીજી RSS સાથ જાેડાયેલા વ્યક્તિની હતી જે અગાઉની મહેબૂબા મુફ્તી-ભાજપ ગઠબંધન સરકારમાં મંત્રી હતા.
તેઓ વડાપ્રધાન મોદીના પણ ખૂબ નજીક હતા. મને સચિવો દ્વારા જાણ કરવામાં આવી હતી કે કૌભાંડ થયું છે અને પછી મેં વારાફરતી બંને ડીલ રદ કરી. સચિવોએ મને કહ્યું કે બંને ફાઈલો માટે ૧૫૦-૧૫૦ કરોડ રૂપિયા આપવામાં આવશે. પરંતુ, મેં તેમને કહ્યું કે હું પાંચ કુર્તા-પાયજામા લઈને આવ્યો છું અને તે જ લઈને અહીંથી જઈશ.’