Western Times News

Gujarati News

મેઘરજ પોલીસે ચીથરીયા મહાદેવ પાસેથી દારુના જથ્થા સાથે એકને ઝડપ્યો

(તસ્વીરઃ- આશિષ વાળંદ, મેઘરજ)
(પ્રતિનિધિ) મેઘરજ, અરવલ્લી જીલ્લાના મેઘરજ Arvalli Meghraj તાલુકાના ચીથરીયા મહાદેવ મંદીર Chithariya Mahadev temple તરફના ગામના માર્ગ ઉપરથી મેઘરજ પોલીસે અલ્ટો કારમાંથી રૂ.૭૬,૫૦૦ ની કીંમતના પ્રોહીબીશન મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટીલ (Mayur Patil Arvalli Jilla police) , ના.જીલ્લા પોલીસ અધિક્ષક ફાલ્ગુનીબેન પટેલના Falguni Patel માર્ગદર્શન હઠેળ મેઘરજ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ પી.ડી.રાઠોડ તથા પોલીસ સ્ટાફના માણસોએ ચીથરીયા મહાદેવ મંદિર પાસે પ્રોહીબીશન વોચ અને વાહન ચેકીંગ Vehicle checking નાકાબંધીમાં હતા.

તે દરમિયાન એક બાતમીવાળી અલ્ટો કાર Maruti Alto Car આવતા તેને ઉભી રખાવી ગાડીના અંદર તપાસ કરતા ગાડીના દરવાજા અને સીટ નીચે ગુપ્ત ખાના બનાવીને સંતાડેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની (Indian brand leaker) દારુની બોટલો નંગ.૫૨ કિંમત રૂ.૨૬૦૦૦ નો દારૂ તથા મોબાઈલ નંગ.૧ કીંમત રૂ.૫૦૦ તથા અલ્ટો કાર નં.જી.જે.૦૬.સીબી.૫૬૪૯ ની કિંમત રૂ.૫૦,૦૦૦ મળી કુલ રૂ.૭૬,૫૦૦ ના પ્રોહીબીશન મુદ્દામાલ સાથે ઝડપાયેલ ઈસમ ભરત સ/ઓ  નદંલાલ કેશોરામજી મીણા Nandlal Keshoramji Meena ઉ.વ.૨૮ રહે.હાટ સાલમગઢ, તા.જી.પ્રતા૫ગઢ,(રાજ) વિરૂધ્ધ મેઘરજ પોલીસ Meghraj Police સ્ટેશનના પો.સ.ઈ પી.ડી.રાઠોડે (PSI P. D. Rathod) પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.