ગૌચરના દબાણો દૂર કરવા વારંવાર રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાણીયાવાડા ગામ પંચાયત વિસ્તારમાં આવેલ ગોકચુવાણ ગામે ગામના ગૌચરના સર્વે નંબર ૫૯,૬૫ તથા સર્વે નંબર ૭૧ વાળી જમીનમાં ગામના કેટલાક શકશોએ ગૌચરમા ખેડાણ કરી દબાણો કરી મકાનો પણ બનાવી દીધા હોવા છતાં આ અંગે છેલ્લા ચાર વર્ષથી તંત્રને રજૂઆતો કરવા છતાં
આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરાતા અંતે ગ્રામજનોએ ઉંચ કક્ષા સુધી લેખિત રજૂઆત કરી દબાણો ખુલ્લા કરવા માંગ કરી છે.
ગોકચુવાણ ગામના ગ્રામજનોએ, ગામ પંચાયત,ટીડીઓ, મામલતદાર, જિલ્લા કલેક્ટર, મુખ્યમંત્રી તેમજ સ્વાગત મા કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ગામની સિમના ગૌચર ની જમીન ખાતા નં.૧૮૮ સર્વે. નં.૫૯ તથા ખાતા નં.૨૪૦ સર્વે. નં.૬૫ તથા સ. નં.૭૧ વાળી જમીનમાં તળાવ અને ખુલ્લી જમીન આવેલ હતી
ત્યારે ગામના કેટલાક શકશોએ રાત્રિના સમયે ગૌચરની જમીનમાં જેસીબી બોલાવી તળાવ રાતોરાત તોડી ને ખોદી નાખ્યું હતું અને આ જમીનની માટી નુ ઘરની આજુબાજુ પુરાણ કરી નાખ્યું હતું.જમીનમાં ખેડાણ કરી તળાવ ના પથ્થરો પણ રાતો રાત ઉઠાવી ગયા હતા અને સર્વે નંબર ૭૧ માં થઈને જતો ગોકચુંવાણથી નવા સામેરા જતો રસ્તો પણ ખેડી નાખેલો જેથી ગ્રામજનોને આવવા જવામાં અને પશુઓ ચરાવવાવા મુશ્કેલીઓ ઉભી થઇ હતી.
ગૌચર માં થયેલ આ દબાણો દૂર કરવા બાબતે ગ્રામજનોએ તા.૯-૧૨-૨૦૧૯ ના રોજ મામલતદાર અને ટીડીઓ મેઘરજને લેખિત રજૂઆત કરી હતી જે બાબતે તાલુકા વિકાસ અધિકારી મેઘરજ દ્વારા ગામ પંચાયત ને તા.૨૩-૧૨-૨૦૧૯ ના રોજ કાર્યવાહી માટે લેખિત હુકમ કર્યો હતો
છતાં ચાર વર્ષ જેટલો સમય વીતવા છતાં ગૌચર ના દબાણો દૂર કરવા ની તપાસ સુદ્ધા ના થતાં તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે ગોક ચુંવાણ ગામે ગૌચર ના દબાણોની વર્ષો જૂની માંગણી ની તપાસ કરી તાકીદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવા માટે ગ્રામજનો મા માંગ ઉઠી છે અને જાે દબાણો દૂર નહિ થાય તો ગાંધીચિંધ્યા માંરહે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
તલાટીબેન શું કહે છે? ઃ-ગોકચુંવાણ ગામેં ગૌચર મા થયેલ દબાણો બાબતે ટેલિફોનિક સંપર્ક કરતા તલાટીબેને જણાવ્યું હતુ કે ગૌચરના દબાણો અંગે ગ્રામજનોની રજૂઆત આધારે ગૌચર માપણી માટે બાબતે કચેરી અરવલ્લી ને તા.૧૮/૧/૨૦૨૩ ના રોજ પત્ર લખી ગૌઉચર સર્વે નં.૫૯ અને ૬૫ નંબર ની માપણી કરી હદ નિશાન નક્કી કરવા જણાવવામાં આવ્યું છે પરંતુ કચેરી દ્વારા અમોને માપણી શીટ આપેલ નથી.