ગુજરાતના આ શહેરમાં ઉજવાઈ રહ્યો છે, ૨૫૦ વર્ષથી મેઘરાજાનો ઉત્સવ
ભરૂચની આગવી સાંસ્કૃતિક પરંપરા મુજબ મેઘરાજાનો શ્રધ્ધાભેર શણગાર
મેઘમેળામાં સાતમ,આઠમ,નોમ અને દશમ એમ ચાર દિવસમાં લાખોનું માનવ મહેરામણ ઉમટશે અને દશમના રોજ નર્મદા નદીમાં મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરાશે
(પ્રતિનિધિ)ભરૂચ, દિન દુઃખીઓના જીવનમાં આનંદના દિવસ તરીકે જાે કોઈ મહત્વનો સમય હોય તો તે છે ઉત્સવ કે મેળો.દુનીયામાં ઠેરઠેર ઉજવાતા વિવિધ મેળાઓ પાછળ કોઈને કોઈ પ્રકારની દંતકથા પ્રચલિત હોય છે અને એ દંતકથાને આધારે પ્રતિવર્ષ એ મેળા ઉજવાતા જ રહે છે.
આવા મેળાઓમાં ભારતભરમાં પ્રચલિત એવો એક મેળો તે મેઘરાજાનો મેળો આ મેળો આશરે ૨૫૦ વર્ષથી દર વર્ષે ઉજવાઈ રહ્યો છે.આ મેળો ભરૂચમાં આવેલા મોટા ભોઈવાડ માં ખુબ જ ધામધૂમ થી ભોઈ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે મોટા ભોઈવાડ માં અષાઢ માસની વદ ચૌદશ થી રાત્રે માટી માંથી મેઘરાજા ની ભવ્ય પ્રતિમા બનવવા માં આવે છે.
આ પ્રતિમા એક જ રાત માં તૈયાર થઈ જાય છે અને એ પ્રતિમાને સમયાંતરે શણગારી શ્રાવણ વદ દશમના દિવસે સાંજે નર્મદા માતાના પવિત્ર જળમાં પઘરાવી દઈ આ ઉત્સવ ની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.આ ભવ્ય મેળા પાછળ ની લોકવાયકા એવી છે કે
ભરૂચમાં વસતા યાદવ વંશની પેટા જ્ઞાતિના ભોઈ લોકોના વંશજાે તરફ થી આજ થી આશરે ૨૫૦ વર્ષ પહેલા આ મૂર્તિ ની પ્રથમ સ્થાપના કરવામાં આવી હતી સ્થાપના પાછળ નો ઈતિહાસ એવો છે કે છપ્પનિયા દુકાળ પહેલા એક દુકાળ પડ્યો હતો એ એવો સૂકો દુકાળ હતો કે તમામ જીવો પાણી ની બુંદ માટે તરફડી રહ્યા હતા
સુખે સાંભરે સોની ને દુઃખે સાંભરે રામ,એ ન્યાયે દુકાળ ગ્રસ્ત વિસ્તાર ના બચવા વરસાદ ના દેવ કે જે ઈન્દ્રદેવ ય મેઘરાજા તરીકે જાણીતા છે.તેમજ ખુબખુબ વિનનતા આ દુકાળ ના સમયે આજ ના ભોઈ લોકો ના વંશજાે ફુરજા બંદરે વાહનો માંથી માલ ની હેરાફેરી નું કામ કરતા હતા.
રાત દિવસ ભોઈ લોકો ભરૂચ માં આવેલ મોટા ભોઈવાડ,નાના ભોઈવાડ અને લાલબજાર માં વધુ પ્રમાણ માં વસતા હતા આથી મોટા ભોઈવાડ માં એમને અષાઢ વદ ચૌદશ ની રાત્રે માટી ની લગભગ સાડા પાંચ ફૂટ ઉંચી મેઘરાજા ની કલ્પિત મૂર્તિ બનાવી અને મેઘરાજા ની પાસે વરસાદ માટે ખુબ વિનંતીઓ કરી ભજન કીર્તનો યોજાયા પણ બધું નિષ્ફળ ગયું
આખી રાત ભાવિક ભક્તો ના ભજન ની કોઈ અસર ન થવાથી એ લોકોએ મેઘરાજા ની મૂર્તિ સમક્ષ એવી ગંભીર ચેતવણી ઉચ્ચારી કે ઈન્દ્રદેવ સવાર થતા સુધી માં જાે વરસાદ નહિ પડે તો અમે તલવાર થી તારી મૂર્તિ ખંડિત કરી નાંખીશું?આ એક ધમકી ન હતી પણ ભાવિક ભક્તો ની અંતર ની સાચા દિલ ની લોકો માં ભલા માટે ની ભાવના હતી.
આવા ભક્તોની ભકિત સામે મેઘરાજા રીઝાયા અને મળશ્કે એવો તો ચમત્કાર થયો કે જાેતજાેતા માં વાતાવરણ બદલાઈ ગયું.એકાએક વંટોળ આવ્યો ઠંડા પવન ની લહેરો આવવા માંડી આકાશ માં ઘનધોર વડલો છવાઈ ગયા.વીજળી ના ચમકારા અને વાદળ ના ગડગડાટ વચ્ચે મુશળધાર વરસાદ તૂટી પડ્યો.
ધરતી માંથી અનેરી માટી ની મહેક આવવા લાગી લોકો ના ભજન ર્કિતન માં નવો પ્રાણ પૂરાયો.ભક્તો ની વહારે ભગવાન આવ્યા છે એવું જાણી ભોઈ લોકો એ ભક્તિ ભાવ થી વાતાવરણ એવું તો તરબોળ યાદ માં ભરૂચ માં વસતા ભોઈ સમાજ ના લોકો એ દર વર્ષે મેઘરાજા ની પ્રતિમા ની સ્થાપના કરવાનું નક્કી કર્યું જે આજે પણ નિયમિત પણે ચાલુ જ છે.
દર વર્ષે આ ભવ્ય અને કદાવર માટી ની મૂર્તિ અષાઢ વદ ચૌદશ ની રાત્રે ભોઈલોકો બનાવે છે પછી તેના પર વિવિધતા લાવવા માટે ખરી અને ચામડીયા સરસ મિશ્રિત દ્રાવણ માં સફેદ કાપડ પલાળી એ મૂર્તિ પર ચોંટાડવામાં આવે છે.જેથી માટી માં ફટ ન પડે તથા રંગકામ થઈ શકે આ કાપડ સુકાયા પછી તેને ઓઈલ પેઈન્ટ થી રંગવામાં આવે છે
અને મૂર્તિ ને આકાર,કાળ ,ભાવ વગેરે માં લેશમાત્ર એ દેર પડતો નથી.દિવાસાના દિવસે ભોઈવાડ ખાતે પ્રસ્થાપિત માટીની મેઘરાજાની પ્રતિમાને પરંપરા મુજબ શ્રાવણ માસની વિવિધ તિથિએ સમયાંતરે શણગાર કરવામાં આવ્યા બાદ રક્ષાબંધનના દિને પૂર્ણ શણગાર સાથે દર્શન માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે.મેઘરાજાની પ્રતિમા સાથે નાના બાળકોને ભેટાડવાથી તેમનું આરોગ્ય સારૂ રહેતું હોવાની માન્યતા પણ પ્રર્વતે છે.
મેઘરાજાનો ખરો મેળો શ્રાવણ વદ સાતમ થી વદ દશમ સુધી ખુબ જ ધામધૂમ થી ઉજવવામાં આવે છે.દશમ ને દિવસે સાંજે શોભાયાત્રા દ્વારા મેઘરાજાની ભવ્ય પ્રતિમાને સોનેરી મહેલ લઈ જવામાં આવે છે.ત્યાંથી તેને મોટો ભોઈવાડ ,લલ્લુભાઈ ચકલા ,હાજીખાના બજાર ,દાંડિયા બજાર થઈ દશાશ્વમેવના પવિત્ર ઓવારે નર્મદાના જળ માં વિસર્જીત કરી દેવામાં આવે છે.
આ વિસર્જન યાત્રા જાેવા તથા મેઘરાજાના દર્શન કરવા રસ્તા ની બંને બાજુ એ લોકો ની ઠઠ જામે છે.આ રસ્તા ઓ પર ના મકાનો પણ લોકો થી ઉભરાય જાય છે ભાવિક ભક્તો માં એવી પ્રચલિત માન્યતા છે કે જાે મેઘરાજાની પ્રતિમા સાથે બાળકો ને ભેટાવવા માં આવે તો બાળકો પણ મેઘરાજા જેવા હુષ્ટપુષ્ટ અને નિરોગી બને છે જ્યાં સુધી લોકો ને ઈશ્વર માં અતૂટ શ્રધ્ધા હશે ત્યાં સુધી મેઘરાજાનો આ ભવ્ય મેળો ભરાતો જ રહેશે.
મેઘરાજાની શ્રાવણ વદ સાતમથી શ્રાવણ વદ દશમ સુધી ખુબ શ્રધ્ધાભેર ઉજવાય છે.જે મહત્વ રથયાત્રાનું અમદાવાદ માટે છે તેજ રીતે છડી અને મેઘરાજાના મહોત્સવનું ભરૂચ માટે રહેલું છે.