મહેમદાવાદના ડુપ્લીકેટ નાયબ મામલતદારને કોર્ટે ૧૪ માસની સજા ફટકારી

(પ્રતિનિધિ) નડિયાદ, મહેમદાવાદ નજીક સન ૨૦૧૩માં પોતે નાયબ મામલતદાર ના હોવા છતાં પોતાની ગાડી પર નાયબ મામલતદાર હોવાનો સિમ્બોલ લગાવી પોતાની જાતને ના. મામલતદાર તરીકે ઓળખવામાં ઈસમ સામે મહેમદાબાદ પોલીસમાં ફરિયાદ થઈ હતી જે કેસ ચાલી જતા મહેમદાબાદ કોટે આ ઈસમને કસૂરવા ઠેરવી ૧૪ માસ ની સાદી કેદની સજા ફટકારી છે
આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ પોલીસ ગત તારીખ ૧૬ ૧૦ ૨૦૧૩ ના રોજ રાસ્કા આમરસરણ વગેરે જગ્યાએ પેટ્રોલીંગમા બંદોબસ્તમા નીકળી હતી દરમ્યાન રાસ્કા નજીક આવતા બાતમદારથી બાતમી મળેલ કે, એક સફેદ કલરની અલ્ટો ગાડી નં.જીજે.૭.એ.આર. ૫૮૪૫ ની અમદાવાદ તરફ આવી રહેલ છે.
જે ગાડીના ચાલક પોતે નાયબ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટેટ ન હોવા છતા પોતાની ગાડી ઉપર નાયબ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટેટ નુ લખાણ ગાડીની આગળ અને પાછળ લખી ફરે છે. જેથી રાસ્કા ચેક પોસ્ટ પર જઈ વોચ ગોઠવી હતી આ વોચમાં આ ગાડી પકડાઈ ગઈ હતી તેમાં બેઠેલા ઈસમનું નામ પૂછતા તે મહેન્દ્રભાઈ અંબાલાલ લીમ્બાચીયા, રહે. નેનપુર હોવાનુ બહાર આવ્યું હતું
પોલીસે પૂછપરછ કરતા મહેન્દ્રભાઈએ પોતે નાયબ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટેટ બાવળા ના હોવાનુ જણાવી આઈડેન્ટીટી કાર્ડ બતાવ્યું હતું જે જોતા ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઘ્વારા ઈસ્યુ કરેલ હોવાનું દેખાતું હતું જે અંગે બાવળા મામલતદાર કચેરીમાં તપાસ કરાવતા મહેન્દ્રભાઈ અંબાલાલ લીમ્બાચીયા નામના કોઈ કર્મચારી ફરજ બજાવતા નહી હોવાનુ બહાર આવ્યું હતું
આ અંગે મહેમદાવાદ પોલીસમાં મહેન્દ્રભાઈ અંબાલાલ લીમ્બાચીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે તપાસ કર્યા બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી
આ કેસ મહેમદાબાદ કોર્ટમાં ચાલ્યો હતો સરકારી વકીલ ની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી મહેન્દ્રભાઈ અંબાલાલ લીમ્બાચિયા ને દોષિત ઠેરવી ને ભારતીય દંડ સંહિતા કલમ-૧૭૦ મુજબના ગુન્હાના કામે ક્રિમીનલ પ્રોસિઝર કોડની કલમ-૨૪૮(૨) હેઠળ ગુનાના તહોમતમાં
તકસીરવાન ઠરાવી ૧ (એક) વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૧૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર પુરા) નો દંડ કરવાનો હુકમ કરવામાં આવે છે. વધુમાં એવો હુકમ કરવામાં આવે છે કે, જો આરોપી દંડની રકમ ન ભરે તો, વધુ ૩ (ત્રણ) માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવે છે. તેમજ ભારતીય દંડ સંહિતા કલમ- ૧૭૧ મુજબના ગુન્હાના કામે ક્રિમીનલ પ્રોસિઝર કોડની કલમ-૨૪૮(૨) હેઠળ ગુનાના તહોમતમાં તકસીરવાન ઠરાવી આરોપીને ૨ (બે) માસની સાદી કેદની સજા
તથા રૂ.૨૦૦/- (અંકે રૂપિયા બસો પુરા) નો દંડ કરવાનો હુકમ કરવામાં આવે છે. વધુમાં એવો હુકમ કરવામાં આવે છે કે, જો આરોપી દંડની રકમ ન ભરે તો, વધુ ૧૫ (પંદર) દિનની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવે છે.ઉપરોકત બન્ને સજા આરોપીએ અલગ અલગ ભોગવવાનો હુકમ કરવામાં આવે છે.