Western Times News

Gujarati News

ગોધરા શહેર ખાતે મહેંદી કોમ્પિટિશન યોજાઈ

ગોધરા શહેર ખાતે ધી હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા એપિક ફાઉન્ડેશનના સહયોગથી મહેંદી કોમ્પિટિશન યોજાઈ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ખાતે વેલકમ હોલ માં હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા એપિક ફાઉન્ડેશન ના સહયોગ થી મહેંદી કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશન માં ૯૦ થી વધારે બેહનો એ ભાગ લીધો હતો.જેમાં એક થી પાંચ નંબર ની વિજેતા બેહનો ને ટ્રોફી અને સંસ્થા તરફથી સર્ટીફીકેટ આપી સમ્માનીત કરવામાં આવ્યા હતા.

તેમજ કોમ્પિટિશન માં ભાગ લેનાર દરેક બેહનો ને મેડલ અને સર્ટીફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં ગોધરા નગરપાલીકા કોર્પોરેટરો શ્રીમતી નસીમ બાનું શેખ અધ્યક્ષ અને મુખ્ય મહેમાન તરીકે તાહેરા બાનું મોલવી હાજર રહ્યા હતા.

તેમજ અતિથી વિષેષ તરીકે સામાજીક અને રાજકીય આગેવાન રફીકભાઈ તીજાેરી વાળા અને આબેદ હુશેન શેખ એડવોકેટ યુનુસભાઇ મન્સૂરી,તથા સાજેદા શેખ,તમન્ના શેખ વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

જજ તરીકે ની ભુમીકા શાહીનાબેન પઠાણ અને સમીમબાનુ મીઝાઁ એ નીભાવી હતી.આ પ્રોગ્રામ ને સફળ બનાવા માટે ધી હ્યુમન કેર ફાઉન્ડેશનના સમીરભાઈ રાઠોડ, મુન્નાભાઈ શેખ,રફીકભાઇ વ્હોરા, અસ્ફાકભાઈ મલેક, અલ્તાફભાઈ મલેક અને તેમની ટીમે ભારે જેહમત ઉઠાવી આ પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.