દૂધસાગર ડેરીના ઘીના સેમ્પલ ફેઇલ જતા ૩૬.૭૫ લાખનો દંડ
૩૦ દિવસમાં દંડની રકમ જમા કરાવવા આદેશ કરાયો
૨૫ અધિકારીઓની ટીમે દરોડા પાડી ૧૪૬ સેમ્પલ લીધા હતા જેમાં ૧૪૬ સેમ્પલમાંથી ૧૪૫ સેમ્પલ ફેઇલ નીકળ્યા હતા
મહેસાણા, ગુજરાતના મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના ધીના સેમ્પલ ફેઇલ જતાં ૩૬.૭૫ લાખનો દંડ ફટકારાયો છે.જેમાં ડેરીના પૂર્વ MD નિશીથ બક્ષીને રૂ.૩૬.૭૫ લાખ દંડ ફટકારાયો છે. Mehsana Dudhsagar Dairy
તેમજ ૩૦ દિવસમાં દંડની રકમ જમા કરાવવા આદેશ કરાયો છે. જેમાં ઘટનાની વિગત મુજબ તેમજ ૨૫ અધિકારીઓની ટીમે દરોડા પાડી ૧૪૬ સેમ્પલ લીધા હતા.
જેમાં ૧૪૬ સેમ્પલમાંથી ૧૪૫ સેમ્પલ ફેઇલ નીકળ્યા હતા. અમૂલ અને સાગરની જુદી જુદી બેચના ઘીના સેમ્પલ લેવાયા હતા