મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી ઉદિત અગ્રવાલે મતદાતાઓને પ્રોત્સાહિત કર્યા

મહેસાણા, લોકશાહીના આ સૌથી મોટા ઉત્સવ ચૂંટણીમાં મતદાન પ્રત્યેની જાગૃતિ ફેલાવવા માટે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા ઓછા મતદાન વિસ્તારમાં વધુ મતદાન થાય તે માટે અનોખી પહેલ કરી છે.
જિલ્લાનો એકપણ મતદાતા મતદાનથી બાકાત ન રહે તેવું આયોજન જિલ્લા ચુંટણી પંચ દ્વારા સ્વીપ ની વિવિધ પ્રવૃતિઓ થકી કરાઇ રહ્યું છે. મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ઉદિત અગ્રવાલના માર્ગદર્શન અને પ્રેરણાથી સાયક્લ ક્લબના સહયોગથી મહેસાણાથી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહેસાણાથી ઊંઝા-ઊપેરા-જાસ્કા-સૂંઢિયા- વડનગર-વિસનગરથી મહેસાણાની આ ૧૦૦ કિલોમીટર સાયકલ યાત્રામાં ૫૦ થી વધુ સાયક્લીસ્ટો જાેડાયા હતા
મહેસાણા જિલ્લામાં ઓછુ મતદાન થતું હોય તેવા વિસ્તારોમાં સાયકલ યાત્રાથી મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ઉપેરા ગામે જિલ્લા કલેકટરે ઉદિત અગ્રવાહજ જણાવ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણી પ્રકિયાનું અનેરું મહત્વ છે. દેશનાં નાગરિકો ચૂંટણીની પ્રક્રિયા બાબતે જેટલાં જાગૃત બને તેટલી જ લોકશાહી મજબૂત બને તે માટે લોકોને પણ મતદાન કરવા માટે તેમણે પ્રેરણા આપી હતી.
આ ઉપરાંત ચૂંટણી પંચના અવસર” અન્વયે સિગ્નેચર કેમ્પેઇન બેનર પર જિલ્લા કલેકટરે “આવનારી ૦૫ ડિસેમ્બરના રોજ હું મારો મત અવશ્ય આપીશ તમે પણ આપજાે” ના સદેશ સાથે સહિ કરી હતી જેના પગલે ગ્રામ્યજનોએ પણ હોંશે-હોંશે “અવશ્ય મતદાન કરવા”નો સંકલ્પ લીધા હતા
જિલ્લા કલેકટર સાથે નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળાએ પણ મતદાન જાગૃતિ માટે ૦૪ કલાકથી વધુ સમય ૧૦૦ કિલોમીટરની સાયકલયાત્રા સાથે નાગરિકોને મતદાન મહાદાનનો સંદેશ આપ્યો હતો વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યુવાઓને મતદાન કરવા અંગે પ્રેરિત થવા નવતર અભીગમ હાથ ધરવામાં આવેલ છે.
જે અતંર્ગત મહેસાણા જિલ્લામાં વિવિધ સ્થળોએ સેલ્ફી ઝોનમાં સાયક્લીસ્ટોએ મતદાન કરવા અંગેની સેલ્ફી લઇ અન્યોને પણ મતદાન કરવા અંગે જાગૃત કર્યા હતા. મતદાન જાગૃતિના આ અનોખી પહેલની સાયકલ યાત્રામાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ સાથે નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, મહેસાણા સાયકલ ક્લબ એસોશિયેશનના સાયક્લીસ્ટો સહિત સ્વીપના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.