મહેસાણા-પાટણ પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનનું ભીલડી સુધી લંબાવાઈ
ટ્રેન નંબર 09483/84 મહેસાણા-પાટણ સ્પેશ્યલ ટ્રેન સુધારેલ સમય સાથે દરરોજ દોડશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 09481/09482 મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનને ભીલડી સુધી લંબાવવામાં આવી રહી છે.અને ટ્રેન નંબર 09483/09484 મહેસાણા-પાટણ-મહેસાણા વિશેષ ટ્રેન સુધારેલ સમય સાથે અઠવાડિયામાં 5 દિવસને બદલે દરરોજ દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.
· ટ્રેન નંબર 09481 મહેસાણા-ભીલડી સ્પેશ્યલ 01 મે 2023ના રોજ મહેસાણાથી તેના નિર્ધારિત સમય 18:05 કલાકે પ્રસ્થાન કરી 20:30 કલાકે ભીલડી પહોંચશે.એ જ રીતે ટ્રેન નંબર 09482 ભીલડી-મહેસાણા સ્પેશિયલ ટ્રેન 02 મે 2023થી ભીલડીથી 06.10 કલાકે ઉપડશે અને 08.25 કલાકે મહેસાણા પહોંચશે.માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં ધિણોજ, સેલાવી, રણુંજ, સંખારી, પાટણ, ખલીપુર, કાંસા, વાયડ અને સિહોર સ્ટેશનો પર ઉભી રહેશે.
· ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટન સ્પેશલ ટ્રેન 02 મે 2023 થી મેહસાણાથી 06:05 વાગ્યાની જગ્યાએ 12:10 વાગે શરૂ થઈને 12:22 વાગે ધિણોજ, 12:28 વાગે સેલાવી, 12:38 વાગે રણુજ, 12:46 વાગે સંખારી તથા 13:05 વાગે પાટણ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશલ ટ્રેન પાટણથી 19:20 વાગ્યાની જગ્યાએ 09:50 વાગે શરૂઆત થઈ 09:56 વાગે સંખારી, 10:03 વાગગે રણુજ, 10:12 વાગે સેલાવી, 10:17 વાગે ધિણોજ તથા 11:05 વાગે મહેસાણા પહોંચશે.
· ટ્રેન નંબર 09407/09408 પાટણ-ભીલડી-પાટણ સ્પેશ્યલ ટ્રેન 01 મે 2023થી ચલાવવામાં આવશે નહીં.
ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.