મહેસાણા સ્ટેશનના પૂર્વ ભાગમાં નવી અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ ઓફિસ ખોલવામાં આવી
Mehsana, યાત્રીઓની સુવિધા અને ટિકિટોની ઉપલબ્ધતામાં સરળતા માટે અમદાવાદ મંડળના મહેસાણા સ્ટેશનના પૂર્વ ભાગ (જૂના સ્ટેશન તરફ અને એસ્કેલેટરની પાસે) માં એક નવી અનરિઝર્વ્ડ ટિકિટ ઓફિસ ખોલવામાં આવી છે.
મંડળ રેલવે પ્રવક્તા, અમદાવાદ દ્વારા આપવામાં આવેલ એક પ્રેસ રીલિઝ મુજબ વડનગરથી વલસાડ જનારી ટ્રેનોની અનરિઝર્વ્ડ ટિકિટો લેવામાં યાત્રીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના ઉકેલ માટે મહેસાણા સ્ટેશનના પૂર્વ ભાગમાં જૂના સ્ટેશન તરફ અને એસ્કેલેટરની પાસે એક નવી અનરિઝર્વ્ડ બુકિંગ ઓફિસ ખોલવાથી યાત્રીઓને થનારી તકલીફો દૂર થશે.