20 કરોડના ખર્ચે મહેમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજ હોલનું લોકાર્પણ

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે ₹20 કરોડના ખર્ચે નવનિર્મિત પૂજ્ય રવિશંકર મહારાજ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, પૂજ્ય રવિશંકર મહારાજના આશીર્વાદથી 1960 માં શરૂ થયેલ ગુજરાતની યાત્રામાં વિકાસના રોલ મોડલ તરીકે રાજ્યને વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનું કામ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.
તેમણે પૂજ્ય રવિશંકર મહાજના જીવનમૂલ્યોનો ઉલ્લેખ કરવાની સાથે વડાપ્રધાનશ્રીએ આપેલ સ્વચ્છતા, પર્યાવરણ જતન, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ સહિતના નવ સંકલ્પને અનુસરીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.