206 વર્ષથી ચાલી આવતી પ્રથાઃ પુરુષો મહિલાના કપડાં પહેરી રમે છે ગરબા
કોરોનાકાળમાં પણ આ પરંપરા તૂટી ન હતી-ગરબાને જોવા માટે મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ આઠમના દિવસે આવે છે
અમદાવાદ, 206 વર્ષથી ચાલી આવતી આ પરંપરાનુ અહીં પાલન અહીં થાય છે. લોકવાયકા પ્રમાણે અમદાવાદની સદુમાતાની પોળમાં બારોટ સમાજમાં એક સતી માતાની યાદમાં આ સમાજના લોકો આઠમની રાતે મહિલાના કપડાં પહેરીને ગરબા રમે છે.
આ ગરબા ગાવા માટે આ પુરુષોને તેમની જ પત્નીઓ જ સ્ત્રી વેશમાં તૈયાર કરે છે.અહીંના લોકો માતાની માનતા રાખે છે જે પૂર્ણ થતાં ગરબે ઘુમવા માટે લોકો આવે છે. આ પરંપરા અહીં વસતા સ્થાનિકો અને અહીંથી બહાર વસતા બારોટ સમાજના લોકો જાળવી રહ્યાં છે.
ગરબાને જોવા માટે મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ આઠમના દિવસે આવે છે .શાહપુરની સદુમાતાની પોળમાં રહેતા લોકોના જણાવ્યા અનુસાર તેમની પરંપરા અને તેમની બાધા પુરી પાડવા માટે સ્ત્રીના કપડાં પહેરીને એક તો એક વ્યક્તિ ગરબા તો રમે છે.
મહત્વનુ છે કે કોરોનાના કારણે અનેક જગ્યાએ ગરબાના આયોજનો બંધ રહ્યા હતા. પરંતુ સદુમાતાની પોળના રહીશોએ વર્ષોની આ પરંપરા ક્યારેય તૂટવા દીધી નથી. અને આ પરંપરા અહીં હજુએ એટલી જ અકબંધ રહી છે. (તસવીરોઃ જયેશ મોદી)