મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાએ વર્ષ 2024-25માં 18,928 કારનું વેચાણ કર્યુ

નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં 4,775 યુનિટ્સનું વેચાણ કર્યુઃ મર્સિડીઝ બેન્ઝની ટોપ-એન્ડ લક્ઝરી અને બીઈવી પોર્ટફોલિયો માટેની મજબૂત માંગ યથાવત
- નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં આગ્રા, કાનપુર, વારાણસી અને જમ્મુમાં અત્યાધુનિક સેલ્સ અને સર્વિસ ફેસિલિટીઝ સાથે ઊભરી રહેલા મહત્વના બજારોમાં પ્રવેશ કરવાની યોજના
- બેંગાલુરુમાં નવી અત્યાધુનિક લક્ઝરી 3એસ ફેસિલિટી અને હૈદરાબાદમાં વર્લ્ડ-ક્લાસ સર્વિસ સેન્ટરનું ઉદ્ઘાટન
- આગામી 3 વર્ષમાં ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સ તરફથી રૂ. 450 કરોડનું રોકાણ થશે
મર્સિડીઝ બેન્ઝ ભારતમાં સૌથી વધુ ઇચ્છનીય લક્ઝરી કાર બ્રાન્ડ તરીકે બની રહી છે જેમાં ભારતમાં વેચાતી દર બે જર્મન લક્ઝરી કારમાંથી લગભગ એક કાર મર્સિડીઝ બેન્ઝ છે. ગ્રાહકોને નવી ઇચ્છનીય પ્રોડક્ટ્સની પસંદગીની સુવિધા, બધાથી અલગ પ્રકારની સર્વિસ અને આનંદદાયક રિટેલ અનુભવ પૂરો પાડીને અમારા ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સની અદ્વિતીય પ્રતિબદ્ધતાના લીધે વધુને વધુ લોકો આ કાર ઇચ્છી રહ્યા છે. એસ-ક્લાસ, મર્સિડીઝ મેબેક નાઇટ સિરીઝ, જી580 અને ઇક્યુ ટેક્નોલોજી તથા ઇક્યુએસ એસયુવીને મળેલા પ્રચંડ પ્રતિસાદથી પ્રેરિત ટોપ-એન્ડ લક્ઝરી સેગમેન્ટને મજબૂત બનાવવા પર અમે આપેલા ધ્યાનને ખૂબ જ સફળતા મળી છે. અમારી બીઈવી વૃદ્ધિ ઊંચા વેચાણની સાથે ઝડપથી વેગ પકડી રહી છે.
મર્સિડીઝ બેન્ઝ તેના મુખ્ય નેટવર્ક અપગ્રેડેશન અને વિસ્તરણને ચાલુ રાખશે. ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સ રૂ. 450 કરોડનું રોકાણ કરશે જેનો ઉદ્દેશ ઉભરતા અને હાલના મેટ્રો શહેરોમાં બ્રાન્ડની હાજરી વધારવાનો અને રિટેલમાં લેટેસ્ટ ગ્લોબલ લક્ઝરી સ્ટાન્ડર્ડ્સ ઓફર કરવાનો છે. પાયાથી મજબૂત બ્રાન્ડ હોવાથી ગ્રાહકને આનંદ પૂરો પાડવા તથા વ્યવસાયના ટકાઉપણાના ઉદ્દેશથી મૂલ્ય-સંચાલિત સેલ્સ અભિગમને અનુસરતા અમને ભારતીય બજારમાં મધ્યમથી લાંબા ગાળાની સંભાવનાઓ અંગે વિશ્વાસ છે.
સંતોષ ઐયર, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયા -મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાએ એન્ટ્રી લક્ઝરી સેગમેન્ટમાં ઘટાડો છતાં નાણાંકીય વર્ષ 2024-25માં 4 ટકાની વૃદ્ધિ નોંધાવી, જે તેનું શ્રેષ્ઠ નાણાંકીય વર્ષ છે. એકંદરે વૃદ્ધિ નાણાંકીય વર્ષ 2024-25માં ટોપ-એન્ડમાં 34 ટકાનો વધારો અને બીઈવી વેચાણમાં 51 ટકાના વધારાને આભારી હતી
- નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં વેચાણ 4,775 યુનિટ્સ રહ્યું જે એન્ટ્રી લક્ઝરી સેગમેન્ટમાં 28 ટકાના ઘટાડાના લીધે મુખ્યત્વે 11.8 ટકા ઘટ્યું. નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં ટોપ-એન્ડ લક્ઝરી સેગમેન્ટ જોકે 6 ટકા વધ્યું જે ટોપ-એન્ડ લક્ઝરી પ્રોડક્ટ્સ માટે ગ્રાહકોની સ્પષ્ટ પસંદગી દર્શાવે છે
- નાણાંકીય વર્ષ 2024-25 અને નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયા દ્વારા વેચાયેલી 4 પૈકી 1 કાર એસ-ક્લાસ, મર્સિડીઝ મેબેક, એએમજી જી63 જેવી ટોપ એન્ડ લક્ઝરી વ્હીકલ હતી
- નાણાંકીય વર્ષ 2024-25માં બીઈવી વૃદ્ધિ 51 ટકા રહી જેના લીધે તેનો પ્રસાર કુલ વેચાણના 7 ટકા રહ્યો અને નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામા પ્રસાર 8 ટકા રહ્યો જે બીઈવીની સ્વીકૃતિનો ઝડપી ટ્રેન્ડ દર્શાવે છે
- ઈક્યુએસ એસયુવીને મજબૂત પ્રતિસાદ જે તેને મર્સિડીઝ બેન્ઝ માટે સૌથી વધુ વેચાતી બીઈવી બનાવે છે
- ડાયનેમિક ઈ 450 વેરિઅન્ટના પગલે એલડબ્લ્યુબી ઈ-ક્લાસ સૌથી વધુ વેચાતું મોડલ છે
- જી63 એએમજી અને મર્સિડીજ મેબેક એસ-ક્લાસ જેવા પસંદગીના ટોપ એન્ડ લક્ઝરી વ્હીકલ્સ માટેનો વેઇટિંગ પીરિયડ 12 મહિના સુધી વધ્યો છે
- મર્સિડીઝ બેન્ઝ નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં કાનપુર, વારાણસી અને જમ્મુ જેવા મહત્વના ઉભરતા બજારોમાં વર્લ્ડ-ક્લાસ લક્ઝરી MAR 20X આઉટલેટ્સનું ઉદ્ઘાટન કરશે. મર્સિડીઝ બેન્ઝે ગયા સપ્તાહે આગ્રામાં કામગીરીનો પ્રારંભ કર્યો હતો.
- 2025માં 21 નવા એમએઆર 20એક્સ આઉટલેટ્સની યોજના જેમાં આગામી ત્રણ વર્ષમાં ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સ તરફતી રૂ. 450 કરોડથી વધુનું રોકાણ થશે
- જીએલએ, જીએલસી, જીએલઈ, જીએલએસ અને જી-ગ્લાસ સહિતના એસયુવી પોર્ટફોલિયો માટે મજબૂત માંગ. એસયુવીનો પ્રસાર નાણાંકીય વર્ષ 2024-25માં કુલ સેલ્સ વોલ્યુમના 60 ટકા રહ્યો
પૂણે – ભારતની સૌથી વધુ ઇચ્છનીય લક્ઝરી કાર મેકર મર્સિડીઝ બેન્ઝે તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ નાણાંકીય વર્ષના વેચાણના આંકડા આજે જાહેર કર્યા હતા જેમાં 18,928 નવી મર્સિડીઝ બેન્ઝનું વેચાણ થયું હતું. કંપનીએ જાન્યુઆરીથી માર્ચ 2025ના ગાળામાં 4,775 નવી મર્સિડીઝ બેન્ઝનું પણ વેચાણ કર્યું હતું. મર્સિડીઝ બેન્ઝના વેચાણો નવી પ્રોડક્ટ લોન્ચ, ગુણવત્તા સાથે નેટવર્કનું અપગ્રેડેશન અને ગ્રાહકોના અનુભવમાં વધારાને આભારી હતા. મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાની ‘Desire to Exceed’ વ્યૂહરચના ભારતીય બજારમાં વધતી ગ્રાહક વફાદારી અને બ્રાન્ડની વધુ ઇચ્છનીયતામાં જોવા મળી હતી. કોર અને ટોપ-એન્ડ લક્ઝરી સેગમેન્ટનું મજબૂત પર્ફોર્મન્સ ગત નાણાંકીય વર્ષ અને નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળાની મુખ્ય બાબત રહી હતી અને બીઈવી વૃદ્ધિ તથા તેના વધુ પ્રસારમાં જોવાયેલા ઝડપી વધારાને આભારી હતી.
ટોપ-એન્ડ લક્ઝરી સેગમેન્ટ માટે મજબૂત માંગ
મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાના નાણાંકીય વર્ષ 2024-25 અને નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળાના વેચાણ માટેના મુખ્ય પરિબળો તેના ટોપ-એન્ડ લક્ઝરી સેગમેન્ટની મજબૂત અને સતત માંગ હતી જેમાં એસ-ક્લાસ, મર્સિડીઝ મેબેક, ઇક્યુએસ એસયુવી અને એએમજી રેન્જનો સમાવેશ થાય છે. નાણાંકીય વર્ષ 2024-25માં ટોપ એન્ડ લક્ઝરી સેગમેન્ટનું વેચાણ 34 ટકા વધ્યું હતું જેમાં એસ-ક્લાસ, મર્સિડીઝ મેબેક નાઇટ સિરીઝ, ઇક્યુ ટેકનોલોજી સાથે જી 580, ઇક્યુએસ એસયુવી અને આઇકોનિક એએમજી જી 63ની મજબૂત માંગ રહી હતી.
2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં મર્સિડીઝ બેન્ઝ દ્વારા ભારતમાં વેચાયેલી 4 કારમાંથી 1 કરતાં વધુ કાર ‘ટોપ એન્ડ લક્ઝરી’ કાર રહી હતી. ટોપ એન્ડ લક્ઝરી સેગમેન્ટ માટેનો વેઇટિંગ પીરિયડ 4 મહિનાનો છે અને આઇકોનિક એએમજી જી 63 માટેનો આ ગાળો એક વર્ષ સુધીનો છે.
કોર સેગમેન્ટને આગળ વધારતું સતત ટ્રેક્શનઃ
નાણાંકીય વર્ષ 2024-25 અને 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મર્સિડીઝ-બેન્ઝના ‘કોર’ સેગમેન્ટે તેના વેચાણમાં સૌથી વધુ યોગદાન આપ્યું હતું. સી-ક્લાસ, ઇ-ક્લાસ એલડબ્લ્યુબી સેડાન, જીએલસી અને જીએલઈ એસયુવી ધરાવતા મુખ્ય સેગમેન્ટે ગ્રાહકોની ઇચ્છા અને વફાદારીને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું છે જે મર્સિડીઝ બેન્ઝના એકંદર સેલ્સ વોલ્યુમમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.
2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં ઇ-ક્લાસ એલડબ્લ્યુબી (હવે ડાયનેમિક ઈ 450 વેરિઅન્ટ સાથે ઉપલબ્ધ છે) ની સફળતા ચાલુ રહી હતી જેના કારણે તમામ બજારોમાં ગ્રાહકોનો ઉત્સાહ ખૂબ જ વધ્યો હતો. લોંગ વ્હીલબેઝ ઇ-ક્લાસ ભારતમાં સૌથી વધુ વેચાતી લક્ઝરી કાર રહી.
એન્ટ્રી લક્ઝરી સેગમેન્ટઃ
મર્સિડીઝ બેન્ઝ ‘એન્ટ્રી લક્ઝરી’ લક્ઝરી ગ્રાહકો માટે ઉચ્ચ મૂલ્ય ધરાવતી પ્રોડક્ટ સબ્સ્ટન્સ ઓફર કરે છે. 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં મર્સિડીઝ બેન્ઝ ‘એન્ટ્રી લક્ઝરી સેગમેન્ટ’માં 28 ટકાનો ઘટાડો થયો હતો, જે મુખ્યત્વે હાઇ માર્કેટ ઓફરિંગ સાથે નીચા ભાવે પ્રોડક્ટ્સ દ્વારા પ્રભુત્વ ધરાવતો સેગમેન્ટ હતો. મર્સિડીઝ બેન્ઝ પ્રોડક્ટ્સ સુવિધાથી ભરપૂર અને ફુલ્લી લોડેડ છે, જે મૂલ્ય-લક્ષી વેચાણ અભિગમ પર ભાર મૂકે છે અને વધતી જતી ગ્રાહક આકાંક્ષાઓને પૂર્ણ કરે છે.
બીઈવી માટેની મજબૂત માંગઃ નાણાંકીય વર્ષ 2024-25માં મર્સિડીઝ બેન્ઝ બીઈવી પોર્ટફોલિયોમાં 51 ટકાનો મજબૂત વધારો થયો હતો, જે કુલ વેચાણના 7 ટકા જેટલો હતો. બીઈવીની વેચાણ વૃદ્ધિએ સમગ્ર પોર્ટફોલિયોને સતત મજબૂત પ્રતિસાદ દર્શાવ્યો હતો જે ઇક્યુએસ એસયુવી માટે અત્યાર સુધીની સૌથી વધુ કસ્ટમર ડિલિવરી પરથી જણાય છે. નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળાના વેચાણમાં પણ બીઈવી પોર્ટફોલિયો માટે આવી જ મજબૂત માંગ જોવા મળી હતી, જેમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ ઇક્યુએસ એસયુવી 580 અને ઇક્યુએસ એસયુવી 450ને બહોળો સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં બીઈવીનો પ્રસાર 8 ટકા થયો હતો. બીઈવીમાં ખાસ કરીને ‘ટોપ-એન્ડ લક્ઝરી’ ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં ઇક્યુએસ મેબેક નાઇટ સિરીઝ અને ઇક્યુ ટેકનોલોજી સાથે અદભુત જી 580 એસયુવીની માંગ વધુ હતી. આ બંને વ્હીકલ્સ માટેનો વેઈટિંગ પીરિયડ 12 મહિના સુધી લંબાયો છે.
નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે મોટાપાયે રિટેલ નેટવર્કના વિસ્તરણની યોજના
મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયા, તેની ‘Go to Customer’ વ્યૂહરચના હેઠળ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં મોટા રિટેલ નેટવર્ક વિસ્તરણની યોજના ધરાવે છે. બજાર વિસ્તરણના ભાગ રૂપે મર્સિડીઝ બેન્ઝ આગામી ત્રણ વર્ષમાં ફ્રેન્ચાઇઝ પાર્ટનર્સ પાસેથી રૂ. 450 કરોડના રોકાણ સાથે નવા ઉભરતા બજારો તેમજ હાલના મહાનગર નવી દિલ્હી એનસીઆર, મુંબઈ, બેંગાલુરુ, હૈદરાબાદ અને ચેન્નઈમાં તેના રિટેલ નેટવર્કને 21 વિશ્વસ્તરના MAR20X આઉટલેટ્સ સુધી વિસ્તારશે. મર્સિડીઝ બેન્ઝ કાનપુર, જમ્મુ, વારાણસી, ઉદયપુર અને પટણા જેવા મુખ્ય ઉભરતા બજારોમાં પણ પ્રવેશ કરશે. ગયા અઠવાડિયે આગ્રામાં એક અત્યાધુનિક આધુનિક લક્ઝરી ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. (મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાના વેચાણના તમામ આંકડા રિટેલ વેચાણના છે)