આતિશીના માતા-પિતા આતંકવાદી અફઝલ ગુરુ માટે લડયા હતાઃ સ્વાતિ માલિવાલ
(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહેલા આતિશી માર્લેના પર તેની જ પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે આજે મંગળવારે મોટો આરોપ લગાવ્યો છે. સ્વાતિ માલિવાલે કહ્યું છે કે, “આતિશીના માતા-પિતા આતંકવાદી અફઝલ ગુરુને ફાંસીથી બચાવવા માટે લડ્યા હતા.
” ૧૩ મેના રોજ કેજરીવાલના આવાસ પર હુમલો થયાનો આરોપ લગાવીને વિદ્રોહી બનેલા સ્વાતિ માલિવાલે તેને દેશની સુરક્ષા સાથે પણ જોડ્યું અને કહ્યું કે, “આજનો દિવસ દિલ્હી માટે દુઃખદ દિવસ છે.” સ્વાતિ માલિવાલે પર પોસ્ટ મૂકીને લખ્યું કે, ‘દિલ્હી માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે.
આજે એક મહિલાને દિલ્હીની મુખ્યમંત્રી બનાવવામાં આવી રહી છે Mercy petition for Afzal Guru: Tripta Wahi was the convener of the committee that wanted Afzal Guru to be free of charges & Vijay Singh was a member too.
તેના પરિવારે આતંકવાદી અફઝલ ગુરુને ફાંસીથી બચાવવા માટે લાંબી લડાઈ લડી હતી. આતંકવાદી અફઝલ ગુરુને બચાવવા માટે તેના માતા-પિતાએ માનનીય રાષ્ટ્રપતિને દયા અરજી લખી હતી. તેમના મતે અફઝલ ગુરુ નિર્દોષ હતો અને તેને રાજકીય ષડયંત્રના ભાગરૂપે ફસાવવામાં આવ્યો હતો. જો કે આતિશી માર્લેના માત્ર ડમી સીએમ છે, તેમ છતાં આ મુદ્દો દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે.
ભગવાન દિલ્હીની રક્ષા કરે!’તેની પોસ્ટની સાથે, માલિવાલે આતિશીની તેના માતા-પિતા સાથેની તસવીર, કથિત રીતે દયાની અરજીનો હિસ્સો અને એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
માલિવાલ દ્વારા શેર કરવામાં આવેલી વીડિયો ક્લિપમાં તૃÂપ્ત વાહીને એમ કહેતા સાંભળી શકાય છે કે, અફઝલ ગુરુને બલિનો બકરો બનાવવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓ પણ આતિશીના માતા-પિતા પર અફઝલ ગુરુ માટે લડવાનો આરોપ લગાવી રહ્યા છે. બીજેપી નેતા કપિલ મિશ્રાએ એક્સ પર એક પોસ્ટ લખીને આરોપ લગાવ્યા છે.