Western Times News

Gujarati News

રાજ્યમાં આગમી ૩૦ અને ૩૧ તારીખે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

ગાંધીનગર, ગુજરાતના તાતે માથે મુશ્કેલી આવીને ઉભી છે. રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં ફરીવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી ૩૦ અને ૩૧ માર્ચે સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.

કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ૩૧ તારીખે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અને અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેવાનું અનુમાન છે.કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયુ છે.

કેન્દ્ર સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારો પાસેથી રિપોર્ટ માંગ્યા છે. દેશમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ કારણે ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે.

વરસાદ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાથી ઘઉં સહિત રવિ પાકને થોડું નુકસાન થયું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હવામાનમાં પલ્ટો આવતા ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો છે, તો બીજી તરફ ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થતા જગતના તાતને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.