મેટ્રિમોનીયલ સર્વીસના નામ યુવક સાથે છેતરપિડી: POCSOના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

સરખેજનો યુવક ચાર લાખ આપી પરણ્યોઃ યુવતી સગીર હોવાનું કહી ૧૦ લાખની માગણી કરાઈ
(એજન્સી)અમદાવાદ, લાંબા સમયથી દેશભરમાં ચોકકસ મેટ્રોમોનીયલ સર્વીસના સંચાલકો દ્વારા લગ્નોત્સક યુવક-યુવતીઓને છેતરવામાં આવતા હોવાની ફરીયાદો નોધાઈ રહી છે.
ત્યારે જ મકરબાના યુવકને મેટ્રીન્મોનીમલ સર્વીસના સંચાલકે વારાણસીની એક યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા.યુવતી પરત વારાણસી ચાલી ગઈ ત્યારબાદ યુવતીના કથીત વકીલે ચોકાવનારો ખુલાસો કર્યો હતો. કે યુવતી સગીર છે. જેથી યુવક વિરૂધ્ધ પોકસોના કેસ કરવાની ધમકી આપીને સમાધાન માટે ૧૦ લાખની માગણી કરી હતી. જે અંગે યુવકે સરખેજ પોલીસ મથકે ફરીયાદ નોધાવાઈ છે.
મકરબાના અનીલ અગ્રવાલને લગ્ન કરવાના હોવાથી તેણે ઉત્તરપ્રદેશમાં મેટ્રીમોનીયલનું કામ કરતા સાહીબલાલ શાહનો સંપર્ક કર્યો હતો. જેમાં સાહીબલાલે યુવતી પસંદ આવે તો લગ્ન માટે ચાર લાખની માગણી કરી હતી. જે અનીલએ માન્ય રાખી હતી. તેણે અનીલને વારાણસીમાં રહેતી દિવ્યાસિંહનો ફોટો મોકલી આપ્યો હતો. જે પસંદ આવતા અનીલ ગત પ જુલાઈ ર૦ર૪ના રોજ વારાણસીમાં મળવા માટે ગયા હતા.
મુલાકાત બાદ બંનેએ સંમતિ આપી હતી. પરંતુ યુવતીના પિતાએ કહયું હતું કે તેના કાકા હાલ રજા પર આવ્યા હોવાથી ૧૦ દીવસમાં જ લગ્ન કરવા પડશે. જેથી અનીલએ હા કહી હતી અને ૧૧ જુલાઈએ આસ્ટોડીયા આવેલા શુભમ હોલમાં લગ્ન કર્યા હતા. આ સમયે અનીલભાઈએ ચાર લાખ સાહીબલાલને આપી દીધા હતા.
લગ્ન બાદ દિવ્યા તેના માતા-પિતા સાથે વારાણસી પરત જતી રહી હતી અને તેણે યુપીમાં ભણવાની વાત કરતા અનીલભાઈએ તેને અમદાવાદ ખાતે ભણવાનું કહેતા બંને વચ્ચે તકરાર થતાં દીવ્યાએ છુટાછેડા માગ્યા હતા. આ દરમ્યાન એક અજાણ્યા નંબરની કોલ આવ્યો હતો કે તેણે દીવ્યાના વકીલ તરીકે ઓળખ થાય ત્યોર તે સગીર હતી. માટો હવે અનીલ પર પોકસોના કેસ દાખલ થશે.