Western Times News

Gujarati News

આ કારણસર બંધ રહેશે મેટ્રો રેલ મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર 9મી જાન્યુઆરીએ

કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા તારીખ ૯મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ, ફેઝ-2 કોરિડોર ના મોટેરા સ્ટેડિયમથી સેક્ટર અને GNLU થી ગિફ્ટસિટી મેટ્રો સ્ટેશન સુધીના નિરીક્ષણને ધ્યાનમાં રાખીનેમોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્શન વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે ૧૦.૪૦ કલાકથી સાંજના ૪ વાગ્યા સુધી સ્થગિત રહેશે.

સેક્ટર થી મોટેરા સ્ટેડિયમ માટેની છેલ્લી ટ્રેન ૯મી તારીખે સવારે ૧૦.૦૦ કલાકે ઉપડશે અને GNLU થી ગિફ્ટ સિટી માટે સવારે ૦૯.૪૫ કલાકે ઉપડશે.

સાંજના ૪ વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમથી સેક્ટર અને GNLU થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન સેવાઓ હાલના સમયપત્રક મુજબ કાર્યરત રહેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.