મે અને ૧૪ મે, ૨૦૨૫ના રોજ મેટ્રો રાત્રે ૧૨.૩૦ સુધી મળશે

અમદાવાદ: નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ૨ મે અને ૧૪ મે, ૨૦૨૫ના રોજ યોજાનારી IPL-૨૦૨૫ની મહત્વપૂર્ણ ડે-નાઈટ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓનો સમય વધારવાનો નિર્ણય કર્યો છે.
હવે આ દિવસોમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે ૬:૨૦ વાગ્યાથી શરૂ થઈ મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
આ નિર્ણયથી ક્રિકેટ પ્રેમીઓ અને પ્રેક્ષકોને સ્ટેડિયમ સુધી પહોંચવામાં અને પાછા ફરવામાં વધુ સુવિધા મળશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં ૧,૩૨,૦૦૦ પ્રેક્ષકોની બેઠક ક્ષમતા છે. GMRC દ્વારા મેટ્રો સેવા સમય લંબાવવાથી મોટા પ્રમાણમાં લોકો માટે પરિવહન વધુ સરળ બનશે.