Western Times News

Gujarati News

મેટ્રો ટ્રેનમાં મુસાફરીની મઝા લેવા અમદાવાદીઓ ઉમટ્યા

૩૦મી સપ્ટેમ્બરે ફેઝ-૧નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું

(એજન્સી)અમદાવાદ, ગુજરાતના બે દિવસના મહેમાન બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું ઉદ્‌ઘાટન કરીને તેની મુસાફરી માણી હતી. હવે આ મેટ્રો ટ્રેન જાહેર જનતા માટે ખુલ્લી મૂકી દેવામાં આવી છે. આજે રવિવારની રજા હોવાથી શહેરના વિવિધ સ્ટેશનો પરથી મોટી સંખ્યામાં લોકો ઉદ્‌ઘાટન થયેલા ટ્રેનની મુસાફરી માણી રહ્યા છે.

આ દરમિયાન મુસાફરો દ્વારા નિયમોનું પાલન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવા જેવું છે. વ્યસન સહિતની પ્રતિબંધિત વસ્તુઓ લઈને જતા લોકોને અટકાવીને તે વસ્તુઓને બહાર કઢાવવામાં આવી રહી છે.

અમદાવાદને પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી જાેડતા ફેઝ-૧નો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેમાં આજની પેઢી સહિત તમામ ઉંમરના લોકો મુસાફરી માણવા માટે પહોંચ્યા હતા. ઘણાં લોકો મિત્રો અને પરિવાર સાથે મેટ્રોની પ્રથમ મુસાફરી માણવા માટે પહોંચ્યા હતા.

આજથી શહેરનો થલતેજથી વસ્ત્રાલનો રૂટ શરુ કરવામાં આવ્યો છે જ્યારે વાસણાથી એપીએમસી થઈને મોટેરા જતા રૂટનો પ્રારંભ ૬ ઓક્ટોબરથી થઈ રહ્યો છે. આ રૂટ ૩૨ કિલોમીટર લાંબો છે. આટલું અંતર કાપતા મેટ્રોમાં ૩૫ મિનિટનો સમય લાગશે.

અમદાવાદમાં જમીન પર, જમીનની અંદર અને પાણી પર મેટ્રો ટ્રેન દોડી રહી છે. હાલ મળતી વિગતો પ્રમાણે મેટ્રો ટ્રેન સવારે ૯ વાગ્યાથી સાંજના ૮ સુધી ચાલુ રહેશે. જાેકે, સમય જતા તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે, આ સાથે રૂટ પ્રમાણે કેવી જરુર પડે છે તે પ્રમાણે ડબ્બા પણ રાખવામાં આવશે.

મેટ્રો ટ્રેનનું ભાડું ૫ રૂપિયાથી લઈને ૨૫ રૂપિયા સુધીનું રહેશે. મેટ્રો દ્વારા કાલુપુર રેલેવે સ્ટેશનને જાેડવા બાબતને લઈને પણ ઘણાં પ્રશ્નો થઈ રહ્યો છે. મુસાફરો માટે આજે મેટ્રો ટ્રેનની શરુઆત કરાઈ ત્યારે મુસાફરોની તપાસ કર્યા બાદ જ તેમને એન્ટ્રી આપવામાં આવી હતી.

આવામાં મસાલા અને વ્યસની લોકો પાસેથી ગુટાકા સહિતની વસ્તુઓ સ્ટેશન પર મૂકાવી દેવામાં આવી હતી. મહત્વનું છે કે મેટ્રોમાં વ્યસન કરનારા લોકોના કારણે ગંદકી ના ફેલાય તે માટે આ પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.