મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટુંક સમયમાં દોડતી થશે
ગાંધીનગર-મોટેરા સુધી મેટ્રોનો ટ્રાયલ રન
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરવાસીઓની આતુરતાનો હવે બહુ જલ્દી અંત આવશે અને ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી થશે. આ અંગેની તૈયારીઓનો ધમધમાટ તેજ ગતિએ ચાલી રહ્યો છે. ગાંધીનગરવાસીઓને હવે બહુ જલ્દી મેટ્રો મળવા જઈ રહી છે. ગાંધીનગર- અમદાવાદ મેટ્રોનો ટ્રાયલ રન શરૂ થયો છે. ગાંધીનગર ચ-૦ મેટ્રો સ્ટેશન ખાતે મેટ્રોનો કોચ લાવવામાં આવ્યો છે.
ગાંધીનગરથી મોટેરા સુધી ટ્રાયલ રન શરૂ કરાયો છે. મેટ્રો રેલના ફેઝ-૨ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. હાલમાં આ રૂટ પર ટ્રાયલ રન શરુ થયો છે.
આ ટ્રાયલ સફળ રહ્યા બાદ જરૂરી પરવાનગી મેળવ્યા બાદ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડતી થશે. ગાંધીનગરને મેટ્રો મળતા અમદાવાદ અને ગાંધીનગરની કનેક્ટિવિટીમાં ઉમેરો થશે અને વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતોને ઘણો ફાયદો થશે. ગાંધીનગરવાસીઓને જલ્દી મેટ્રો મળે તે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આ કામ બહુ જલ્દી પૂર્ણ થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે.