MG મોટરે કૌશલ્ય વિકાસને વધુ મજબૂત બનાવવા માટે BVMને ગ્લોસ્ટર ભેટમાં આપી

આ પહેલનો હેતુ આધુનિક વ્હિકલ ટેકનોલોજીઓ સાથે એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓની સંભાળ લેવાનો છે
આણંદ, ચારુતર વિદ્યા મંડળ દ્વારા સંચાલિત ગુજરાતની સૌપ્રથમ અને અગ્રણી એન્જિનીયરીંગ કોલેજ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયને MG મોટર ઇન્ડિયાએ ગ્લોસ્ટર ભેટમાં આપી છે,
જેથી કૌશલ્ય વિકાસનું સંવર્ધન કરી શકાય અને શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અવકાશ વચ્ચે સેતુ પ્રસ્થાપિત કરી શકાય. આ પહેલ MGના CASE મોબિલીટી અને MG નર્શર પ્રોગ્રામના લક્ષ્યાંક અનુસારનો છે. તે વિદ્યાર્થીના કૌશલ્ય વિકાસનું સંવર્ધન કરશે અને તેમને વધુ સારી તકો માટે સજ્જ કરશે.
MG મોટર ઇન્ડિયાના એચઆર ડિરેક્ટર યશવિંદર પતીયાલએ જણાવ્યુ હતુ કે ” અમે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય સાથે ભાગીદારી કરતા ખુશ છીએ, જે પ્રવર્તમાન પેઢીના મોબિલીટી સેગમેન્ટમાં કૌશલ્ય વિકાસની ખાતરી કરશે. અમે માનીએ છીએ કે આ પહેલ બાળકોને ઓટો-ટેક ઉદ્યોગમાં ટેકનોલોજીકલી સજ્જ બનવામાં મદદ કરશે અને તેમને ભવિષ્ની રોજગારી તકો માટે તૈયાર કરશે.”
MG મોટર ઇન્ડિયા સાથેની આ ભાગીદારી વિશે બોલતા બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના ચેરમેન CVM અને ચેરમેન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શ્રી ભીખુભાઇ પટેલે જણાવ્યું હતુ કે “અમે MG મોટરના નમ્ર પ્રયાસથી સન્માનિત છીએ, જે અમારા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે કૌશલ્યના રૂપમાં અદ્યતન વાહન ટેકનોલોજીનો ઉમેરો કરશે.
આનાથી વિદ્યાર્થીઓ રોજગારી માટે તૈયાર થશે અને તેમને ઉદ્યોગની સારી સંભાવનાઓ માટે તૈયાર કરશે. અત્યાધુનિક ટેક્નોલૉજીના શીખવા અને હાથ પરનો અનુભવ અમારા વિદ્યાર્થીઓને સક્ષમ વ્યાવસાયિકો બનાવશે જેમ કે અમે કલ્પના કરીએ છીએ”.
પ્રિન્સિપાલ ડો. ઈન્દ્રજીત પટેલે ઉમેર્યું હતું કે, આ કારનો ઉપયોગ વિદ્યાર્થીઓને ઓટોમોબાઈલ એન્જિનીયરીંગમાં અદ્યતન ટેકનોલોજી અને ઓટોમેશનથી પરિચિત કરાવવા માટે કરવામાં આવશે. તેનો ઉપયોગ તેમના નિયમિત અભ્યાસ અને પ્રોજેક્ટ્સમાં જીવંત પ્રદર્શન કરવા માટે પણ કરવામાં આવશે.
આ ભાગીદારી વિદ્યાર્થીઓને વાહન પ્રણાલીનો પરિચય કરાવશે અને તેઓને કાર પરની મૂળભૂત તપાસ પ્રક્રિયાઓ સમજવામાં સક્ષમ બનાવશે. તે વિદ્યાર્થીઓને ટેકનોલોજીકલી રીતે અદ્યતન વાહનોની વિવિધ વિદ્યુત, ઈલેક્ટ્રોનિક અને યાંત્રિક પ્રણાલીઓ પર હાથથી સંશોધન સાથે સશક્તિકરણ કરશે.
વિદ્યાર્થીઓ એન્જિનના ભાગો, ઇંધણ સિસ્ટમ્સ, ડ્રાઇવ ટ્રેન, ઇગ્નીશન સિસ્ટમ્સ, વાહન ચેસીસ, HVAC સિસ્ટમ્સ અને ઘણું બધું સહિત ભાગો, તકનીકી અને સિસ્ટમોની વિશાળ શ્રેણીનો અભ્યાસ કરશે. તેઓને કારના સૌંદર્યલક્ષી અને આંતરિક ડિઝાઇનના પાસાઓ વિશે જાણવાની તક પણ મળશે. આ તેમની ભાવિ રોજગાર ક્ષમતામાં વધારો કરશે અને તેમને MG અથવા અન્ય કોઈપણ ઓટોમોટિવ બ્રાન્ડ માટે ઉદ્યોગ તૈયાર કરશે, જે BVM આણંદના ઉભરતા એન્જિનિયરોના અનુભવલક્ષી શિક્ષણ તરફનું એક નિર્ણાયક પગલું છે.