Western Times News

Gujarati News

એમજી મોટરે વિદ્યાર્થીઓને કુશળ બનાવવા માટે CHARUSATને ZS EV સુપરત કરી

આ પહેલથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આધુનિક વાહન ટેકનોલોજીઓ સાથે અવગત થઈ શકશે

આણંદ, એમજી મોટર ઈન્ડિયાએ કુશળતા વિકાસને ગતિ આપવા અને શિક્ષણજગત અને ઉદ્યોગ વચ્ચેનું અંતર દૂર કરવા માટે ZS EV CHARUSATને સુપરત કરી છે. આ પહેલ એમજી નર્ચર પ્રોગ્રામના ભાગરૂપ છે અને કેસ મોબિલિટીના એમજીના લક્ષ્ય અનુસાર છે. આનાથી વિદ્યાર્થીઓનો કુશળતા વિકાસ તેજ બનશે અને તેઓ બહેતર રોજગની તકો માટે તૈયાર થઈ શકશે. MG Motor India presents ZS EV to CHARUSAT in Anand to strengthen skill development

એમજ મોટર ઈન્ડિયાના પ્રોડક્ટ એન્જિનિયરિંગના ડાયરેક્ટર સમીર જિંદાલે જણાવ્યું હતું કે, “ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે આ ભાગીદારી કરવાની અમને ખુશી છે. આનાથી મોબિલિટી સેગમેન્ટમાં વર્તમાન પેઢીનો કુશળતા વિકાસ થવાની ખાતરી રહેશે. અમને લાગે છે કે આ પહેલથી બાળકો ઓટો- ટેક ઉદ્યોગ માટે ટેકનોલોજીની રીતે સક્ષમ બનશે અને ભાવિ નોકરીની તકો માટે તેઓ તૈયાર થઈ શકશે.”

એમજી મોટર ઈન્ડિયા સાથે ભાગીદારી વિશે બોલતાં વાઈસ ચાન્સેલર ડો. આર વી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “એમજી મોટર દ્વારા આ યોગદાન અમને ગૌરવજનક લાગે છે, જેનાથી અમારા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે કુશળતા સંચ તરીકે એડવાન્સ્ડ વેહિક્યુલર ટેકનોલોજીનો ઉમેરો થશે.

આનાથી વિદ્યાર્થીઓ નોકરી માટે તૈયાર થઈ શકશે અને તેઓ બહેતર ઉદ્યોગની સંભાવનાઓ માટે સુસજ્જ બનશે. આધુનિક ટેકનોલોજીઓ શીખવી અને હાથોહાથનો અનુભવ અમારા વિદ્યાર્થીઓને અમારી દીર્ઘદ્રષ્ટિ અનુસાર સક્ષમ વ્યાવસાયિકો બનાવશે.”

આ ભાગીદારીને કારણે વિદ્યાર્થીઓ વેહિક્યુલર સિસ્ટમ્સ સાથે અવગત થશે અને તેઓ કાર પર મૂળભૂત નિરીક્ષણ પ્રક્રિયાઓ કઈ રીતે પાર પાડવી તે સમજવામાં તેમનેમદદ થશે. તેનાથી વિદ્યાર્થીઓ ટેકનોલોજીની દ્રષ્ટિથી આધુનિક ઈલેક્ટ્રિક વેહિકલ્સની વિવિધ ઈલેક્ટ્રિકલ,

ઈલેક્ટ્રોનિક અને મેકેનિકલ સિસ્ટમ પર હાથોહાથનું સંશોધન કરવા માટે સશક્ત બનશે. વિદ્યાર્થીઓ બેટરી પાર્ટસ ડ્રાઈવ ટ્રેન્સ, સ્ટોરેજ સિસ્ટમ્સ, વેહિકલ ચેસિસ, એચવીએસી સિસ્ટમ્સ અને ઘણા બધા સહિત પાર્ટસ, ટેકનોલોજી અને સિસ્ટમ્સની વ્યાપક શ્રેણીનો અભ્યાસ કરી શકશે. CHARUSATના વિદ્યાર્થીઓને કારના

એસ્થેટિક અને ઈન્ટીરિયર ડિઝાઈનનાં પાસાં વિશે પણ જાણવાની તક મળશે. આને કારણે તેમની ભાવિ રોજગારક્ષમતા બહેતર બનશે અને એમજી અથવા કોઈ અન્ય વાહન બ્રાન્ડ માટે તેઓ ઉદ્યોગ તૈયાર બનશે. આ CHARUSATના ઊભરતા એન્જિનિયરો માટે પ્રયોગાત્મક શિક્ષણ માટે ઉત્તમ પગલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.