MGLI દ્વારા માનવ સંસાધન અને શ્રમ કાયદા વિશે પાર્ટ ટાઈમ અભ્યાસક્રમ શરૂ કરાયો
મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટ દ્વારા માનવ સંસાધન અને શ્રમ કાયદા વિશે પાર્ટ ટાઈમ અભ્યાસક્રમ શરૂ કરાયો છે.
પ્રથમ ડિપ્લોમા ઇન લેબર લોઝ એન્ડ પ્રેક્ટિસ અભ્યાસક્રમ એક વર્ષનો છે જેમાં લેબર પ્રેક્ટિસિસના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો જોડાઇ શકે છે. શ્રમિક ઉત્કર્ષના ક્ષેત્રમાં કામ કરવા માંગતા કોઈપણ વિદ્યાર્થી કે સરકારી કર્મચારી પણ આ અભ્યાસક્રમોમાં જોડાઇ શકે છે.
ખાસ કરીને ભારત દેશના સંદર્ભમાં શ્રમિકોના પ્રશ્નો અને તેમના ઉત્કર્ષ તેમજ ન્યાયિક સહાય બાબતે અભ્યાસ કરાવવામાં આવે છે. આ અભ્યાસક્રમમાં કુલ છ વિષય ભણાવવામાં આવે છે. દ્વિતિય અભ્યાસક્રમ ‘ડિપ્લોમા ઇન સ્ટ્રેટેજિક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે’ આ અભ્યાસક્રમ પણ એક વર્ષનો અને પાર્ટ ટાઈમ છે. જેમાં કુલ ચાર વિષય ભણાવવામાં આવે છે. ઉક્ત બંન્ને અભ્યાસક્રમની ફી ૨૦ હજાર છે. સાંધ્ય વર્ગો દ્વારા વિદ્યાર્થિઓને ભણાવવામાં આવે છે જેનો સમય સાંજના ૦૬:૩૦ થી ૦૮:૦૦ છે.