પૂરતી વીજળીનો ઉપયોગ કરી બિન જરૂરી વીજ વપરાશ ઘટાડવા MGVCLનો અનુરોધ
ગોધરા એમજીવીસીએલ વિભાગ દ્વારા ઉર્જા સંરક્ષણ પદયાત્રાનું આયોજન કરાયું
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા ઉર્જા સંરક્ષણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એમજીવીસીએલના સમગ્ર સ્ટાફ અને જાહેર હિતને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વીજળીનું કામ કરતા સ્ટાફ માટેના સલામતી સહિતના કાર્યક્રમોમાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ત્યારે લોકોમાં વીજ બચત માટે જાગૃતિ કેળવાઈ અને લોકો જરૂરિયાત પૂરતી વીજળીનો ઉપયોગ કરી બિન જરૂરી વીજ વપરાશ ઘટાડે તે માટે આજે એમજીવીસીએલ વિભાગના વર્તુળ કચેરી દ્વારા ઉર્જા સંરક્ષણ પદયાત્રાનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગોધરા શહેરના રામસાગર તળાવ પાસે આવેલ હોળી ચકલા ખાતે એમજીવીસીએલ વર્તુળ કચેરી વિભાગના સુપ્રીન્ટેન્ટ એન્જિનિયર જી બી પટેલિયાએ લીલી ઝંડી બતાવી ઉર્જા સંરક્ષણ પરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
દર વર્ષે ડિસેમ્બર માસમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા ઉર્જા સંરક્ષણ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગોધરાના સર્કલ ઓફિસમાં આવેલા અલગ અલગ ડિવિઝન ઓફિસમાં ઉર્જા બચાવ રેલી કરતા હોય છે. ત્યારે આજરોજ ગોધરા ની વર્તુળ કચેરી દ્વારા હાથમાં પ્લે કાર્ડ સાથે ઉર્જા સંરક્ષણ પરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગોધરાના રામસાગર તળાવ ખાતે આવેલ હોળી ચકલા થી એમજીવીસીએલ વિભાગના વર્તુળ કચેરીના સુપ્રીન્ટેન્ટ એન્જિનિયર જી બી પટેલિયા એ લીલી ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ રેલી વિશ્વકર્મા ચોક થઈ એલઆઇસી રોડ થઈને ગોધરાના લાલબાગ ટેકરી ખાતે રેલીનું પુર્ણાહુતિ કરવામાં આવી હતી.
આ રેલીનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં વીજ બચત માટે જાગૃતિ કેળવાઈ અને લોકો જરૂરિયાત પૂરતી વીજળીનો ઉપયોગ કરી બિન જરૂરી વીજ વપરાશ ઘટાડે તે માટે એ માટે ઉર્જા સંરક્ષણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.