MIની પ્રેકિટસ દરમિયાન મધમાખીઓ ત્રાટકી
નવી મુંબઇ, IPL-૨૦૨૨ ની ૩૩મી મેચ MI અને CSK વચ્ચે રમાવા. મુંબઈની ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં ૨૧ એપ્રિલે યોજાનારી મેચ પહેલા મુંબઈ તૈયારીઓમાં વ્યસ્ત હતું. આ વચ્ચે ખેલાડીઓ પર એટેક થયો જેના કારણે ખેલાડીઓએ
પોતાની સુરક્ષા માટે મેદાનમાં સૂવું પડ્યું. આ ‘હુમલા’ પાછળનું કારણ માણસો નહીં પણ મધમાખીઓ છે. હા મધમાખીઓના હુમલાથી બચવા માટે ખેલાડીઓને મેદાનમાં સુવુ પડ્યુ હતુ.
MIની ટીમ મેદાન પર પ્રેક્ટિસ કરી રહી હતી.આ દરમિયાન મધમાખીઓનું ટોળું પ્રેકટીસ કરી રહેલાં ખેલાડીઓના મેદાન પરથી પસાર થઈ ગયું, જેના કારણે પ્રેક્ટિસ સેશન રોકવું પડ્યું. બધા ખેલાડીઓ પોતાને બચાવવા માટે જમીન પર સૂઈ ગયા. જાેકે તેનાથી કોઈને નુકસાન થયું ન હતું. પણ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે અત્યાર સુધીમાં ૩૨ મેચ રમાઈ છે,
ખેલાડીઓ મેદાન પર સૂઈ ગયા: મુંબઈની ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાંની આ ઘટનાનો વીડિયો વાયરલ
To bee or not to bee in training was a question yesterday! 😅🐝#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/qaTaHjjca6
— Mumbai Indians (@mipaltan) April 20, 2022
આ સિઝનમાં MI એકમાત્ર એવી ટીમ છે જેણે અત્યાર સુધી એક પણ મેચ જીતી નથી. આ ટીમ પ્રથમ ૬ મેચ હારી છે. તે જ સમયે, CSK ૬ માંથી એક મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ૯મા સ્થાને છે. જ્યારે MI અને CSK વચ્ચે રમવામાં આવેલી ૩૨ મેચોમાંથી ૧૩ ચેન્નાઇ પોતાના નામે કરી હતી.