‘MI કેપ ટાઉને’ ક્રિકેટ સાઉથ આફ્રિકા ટી20 લીગ માટે ખેલાડીઓના પહેલા ગ્રૂપની જાહેરાત કરી
મુંબઈ / કેપટાઉન, MI કેપ ટાઉને આજે ક્રિકેટ સાઉથ આફ્રિકાની ટી20 લીગની શરૂઆતની આવૃત્તિ માટે પહેલા પાંચ ખેલાડીઓને સાઈન કરવાની જાહેરાત કરી છે. ખેલાડીઓ #OneFamily ટીમમાં જોડાશે અને આઇકોનિક બ્લ્યૂ અને ગોલ્ડન રંગોની રમતની ગરીમાને શોભાવશે, જેને ચાહકો MI ફ્રેન્ચાઇઝી તરીકે ઓળખે છે.
‘MI કેપ ટાઉન’માં ટીમના ભાગ રૂપે ત્રણ વિદેશી ખેલાડીઓ, એક દક્ષિણ આફ્રિકાની ટીમના સભ્ય અને એક દક્ષિણ આફ્રિકા અનકેપ્ડ ખેલાડીનો સમાવેશ થાય છે.
રિલાયન્સ જિયોના ચેરમેન શ્રી આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમે “MI કેપ ટાઉન” ટીમ તૈયાર કરવાની અમારી સફર શરૂ કરી રહ્યા છીએ ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત છું. અમે ખેલાડીઓને કરારબદ્ધ કરવાની સાથે અમે MIની ફિલસૂફીના નિર્માણ તરફ પ્રથમ પગલું ભર્યું છે – અમે એક મજબૂત મંત્ર ધરાવીએ છીએ અને તેની આસપાસ ટીમનું આયોજન કરવામાં આવશે.
મને #OneFamilyમાં રશીદ, કાગીસો, લિયામ, સેમનું સ્વાગત કરતાં આનંદ થાય છે અને ડીવોલ્ડને આ નવી સફરમાં અમારી સાથે રાખવાનો આનંદ થાય છે. અમને ખાતરી છે કે અન્ય બે ટીમોની જેમ MI કેપ ટાઉન પણ ક્રિકેટની ગરીમાને ઉજાગર કરશે, નિર્ભય બનીને ક્રિકેટ રમીને દક્ષિણ આફ્રિકા અને સમગ્ર વિશ્વના પ્રખર ક્રિકેટ ચાહકોમાં લોકપ્રિયતાને આગળ વધારશે.”
જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે તેઓ વર્ષોથી સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે અને અનકેપ્ડ ડીવોલ્ડ બ્રેવિસે 2022માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે સફળતાપૂર્વક સિઝન પાર પાડી હતી. ટી20 લીગને સંચાલિત કરતા નિયમો અનુસાર ખેલાડીઓને હરાજી પહેલા કરારબદ્ધ કરવામાં આવ્યા છે.