તનિષ્કે આ અક્ષય તૃતીયા પર રકુલ પ્રીત સિંહને દર્શાવતું ‘ગ્લો વીથ ફ્લો’ કલેક્શન લોન્ચ કર્યું
મિઆના ટ્રેન્ડી જ્વેલરી પીસ સાથે પ્રકૃતિના અનેરા સૌંદર્યમાં ડૂબી જાઓ
અક્ષય તૃતીયા નજીક આવી રહી છે ત્યારે ભારતની સૌથી વધુ ટ્રેન્ડ ધરાવતી કિંમતી ફાઇન જ્વેલરી બ્રાન્ડ્સ પૈકીની એક મિઆ બાય તનિષ્કે તેનું કલેક્શન ‘ગ્લો વીથ ફ્લો’ રજૂ કર્યું છે. મિઆ કલેક્શનમાં આ નવો ઉમેરો કુદરતની અનેરી સુંદરતા પરથી પ્રેરિત છે. આ પવિત્ર તહેવારમાં કલેક્શનની ડિઝાઇન્સ નદીના પ્રવાહ જેવી છે જે આશીર્વાદ, નવી શરૂઆત અને સમૃદ્ધિનું પ્રતીક છે જે જીવનની અનંત શક્યતાઓની ઊજવણી કરે છે તથા તેના સારને શાશ્વત વિપુલતામાં દર્શાવે છે. MIA BY TANISHQ LAUNCHES ‘GLOW WITH FLOW’ COLLECTION THIS AKSHAYA TRITIYA FEATURING RAKUL PREET SINGH.
પવનના સૌમ્ય સ્નેહ અને નદીઓના પ્રવાહની લહેરદાર યલથી પ્રેરિત ‘ગ્લો વીથ ફ્લો’ કલેક્શનમાં દરેક ડિઝાઇન જીવનના પ્રવાહને અપનાવવામાં જોવા મળતી સંવાદિતાનુ પ્રમાણ છે. 200થી વધુ ડિઝાઇન્સમાં 14 કેરેટ અને 18 કેરેટ ચમકતી સોના અને ઝગમગતા હીરાની જ્વેલરીની વિશાળ રેન્જ દર્શાવતું આ કલેક્શન આધુનિક, ભવ્ય અને ટ્રેન્ડી જ્વેલરી પીસીસ ધરાવે છે જે દરેક પ્રસંગ માટે સરળતાથી સ્ટાઇલ મેળવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
સ્ટડ, ફિંગર રિંગ્સ, બ્રેસલેટ્સ, એરિંગ્સ, ઇયર કફ્સ, પેન્ડન્ટ્સ અને નેકવેરની વિશાળ શ્રેણી વિવિધ ગ્રાહક પસંદગીઓ પૂરી કરે છે. આ પવિત્ર તહેવારને ઉજવવા માટે મિઆએ તેની સ્પેશિયલ અક્ષય તૃતીયા ઓફર્સ રજૂ કરી છે જેમાં ગ્રાહકો રૂ. 5,000થી શરૂ થતી ડાયમંડ પ્રોડક્ટ્સ પર 1ની ખરીદી પર 3 ટકા છૂટ, 2ની ખરીદી પર 10 ટકા છૂટ, 3ની ખરીદી પર 15 ટકા છૂટ અને ગોલ્ડ જ્વેલરીના મેકિંગ ચાર્જીસ પર ફ્લેટ 10 ટકા છૂટ મેળવી શકે છે.
આ ઉપરાંત, રૂ. 75,000થી વધુના બિલ મૂલ્ય માટે ગ્રાહકો ફ્લેટ 15 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ઓફર 1 મેથી 12 મે, 2024 સુધી તમામ મિઆ બાય તનિષ્ક રિટેલ આઉટલેટ્સ અને ઓનલાઇન ચેનલ્સ પર માન્ય છે.
પવન અને પાણીના આકર્ષક પ્રવાહોથી પ્રેરિત આ બેનમૂન ડિઝાઇન્સ સાથેના સેટ્સ દર્શાવતો કલેક્શનનો દરેક પીસ વ્યક્તિની અમર્યાદ સંભાવનાઓ દર્શાવે છે. તે કેશી પર્લ્સની તેજસ્વી ચમકથી સજાવેલા પીસનું સિલેક્શન પણ ધરાવે છે જે મનમોહક ચમક અને અભૂતપૂર્વ ડિઝાઇન્સમાં જડેલા હીરા માટે જાણીતું છે. અન્ય આકર્ષણોમાં સ્લાઇડિંગ પર્લ ધરાવતા પીસ છે જે કલેક્શનની પ્રેરણાને વ્યક્ત કરતા સરળતાથી વહે છે.
ઝરણાની યાદ અપાવતા કાસ્કેડિંગ ઇયરિંગ્સથી માંડીને પાંદડામાંથી હળવી લહેરખીનો આભાસ કરાવતા નાજુક બ્રેસ્લેટ સુધી અને જીવનની આનંદભરી યાત્રાનું પ્રતીક દર્શાવતી ચમકતા પીળા સોનામાં જડેલી રિંગ્સ સુધી કલેક્શનનું દરેક તત્વ સ્વપ્નની જીવંતતા અને જીવનની અમર્યાદ સંભાવનાઓને મૂર્ત બનાવે છે.
મિઆની દુનિયામાં પ્રવેશ કરો જ્યાં દરેક પીસ આનંદ અને ભવ્યતાની એક વાત કહે છે જે લગ્નો કે પવિત્ર પ્રસંગો જેવા આનંદભર્યા સમયે ગિફ્ટ આપવા માટે પરફેક્ટ છે. તમે કોઈ નોંધપાત્ર સિદ્ધિની ઊજવણી કરી રહ્યા હોવ કે પછી તમારી સ્મૃતિમાં અક્ષય તૃતીયાની યાદો જોડવા માંગતા હોવ, મિઆ એવા પીસીસ રજૂ કરે છે જે તમારી લાગણીઓની પ્રમાણિકતા સાથે વ્યક્ત થાય છે.
આ કલેક્શન અંગે મિઆ બાય તનિષ્કના બિઝનેસ હેડ સુશ્રી શ્યામલા રમનને જણાવ્યું હતું કે “આ અક્ષય તૃતીયા અમે મિઆના ‘ગ્લો વીથ ફ્લો’ કલેક્શન રજૂ કરતા આનંદ અનુભવીએ છીએ. ‘ગ્લો વીથ ફ્લો’ એ એક્સક્લુઝિવ ઇનહાઉસ ડિઝાઇન કરેલા પીસીસ છે જે નદીના પ્રવાહ અને તેના વિવિધ મૂડ જેમ કે ઉત્સાહી, શાંત, ઘૂમરાળા લેતી પરંતુ જ્યાં તે વહે છે ત્યાં વિપુલતા અને સમૃદ્ધિ લાવે તેના પરથી પ્રેરિત છે.
હીરા પાણી પર સૂર્યની ચમકને દર્શાવે છે જ્યારે કેશી મોતી પાણી પર ચંદ્રના પ્રકાશની હળવી ચમકને દર્શાવે છે. દરેક ડિઝાઇન સમકાલિન છતાં ટાઇમલેસ છે અને થોડી વાર માટે અટકવા, શ્વાસ લેવા અને આશાવાદ તથા વિશ્વાસ સાથે જીવનના પ્રવાહમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે તમને યાદ કરાવે છે.
મિઆની ટીમ આ અક્ષય તૃતીયા પર સૌને વિપુલતા અને સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવે છે.” ‘ગ્લો વીથ ફ્લો’ એ જ્વેલરીનું કેવળ કલેક્શન જ નથી, તે વાઇબ્રન્ટ સપનાંનું પ્રતીક છે અને જીવનની અમર્યાદ સંભાવનાઓની ઊજવણી છે. દરેક પીસ કાળજીપૂર્વક ઘડાયેલો છે જે વ્યક્તિના અંદર રહેલા પ્રકાશની ઝળહળતી ચમકને દર્શાવે છે જે પહેરનારના સાચા મહત્વને વ્યક્ત કરે છે.
આવો, મિઆના ‘ગ્લો વીથ ફ્લો’ કલેક્શન સાથે જીવનના અનંત પ્રવાહના જાદુમાં ખોવાઈ જઈએ. આ કલેક્શન તેમની મસાઇટ https://www.miabytanishq.com/ તથા એપ અને તમામ મિઆ સ્ટોર્સ, પસંદગીના તનિષ્ક સ્ટોર્સ અને વિવિધ ઓનલાઇન ચેનલ્સ પર ઉપલબ્ધ છે.