માઈક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતાં સમગ્ર વિશ્વમાં ભારે અફરા તફરી મચી

ભારત, અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, બ્રિટન, ઈઝરાયેલ, જાપાન, સિંગાપુર સહિતના દેશોમાં વ્યાપક અસરઃ એક જ સોફ્ટવેરે સમગ્ર વિશ્વને બાનમાં લીધુંઃ સર્વર ડાઉન થવાના કારણ અંગે વ્યાપક ચર્ચા
(એજન્સી)નવી દિલ્હી, વિશ્વના અનેક દેશોને કમ્પ્યૂટર સેવા પૂરી પાડતી માઈક્રોસોફ્ટ કંપનીનું સર્વર ઠપ્પ થઈ જતાં કોમ્પ્યુટર સિસ્ટમ આધારિત સેવાઓ ખોરવાઈ જતાં વિશ્વભરમાં ભારે હાહાકાર મચી ગયો હતો. હવાઈ, બેકિંગ, રેડિયો, ટીવી પ્રસારણ, શેર બજાર, સુપર માર્કેટ, પેમેન્ટ સિસ્ટમ, રેલ વિભાગ, ટેલિકોમ વિભાગ સહિતની મહત્ત્વપૂર્ણ સેવાઓ ખોરવાઈ જતાં નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
મોટાભાગનાં એરપોર્ટાે ઉપર નાગરિકો રઝળી પડ્યા હતા. ભારત, અમેરિકા, જર્મની, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપુર, ન્યૂઝીલેન્ડ, ઈઝરાયેલ સહિતનાં દેશોમાં આ આવશ્યક સેવાઓ ખોરવાઈ જતાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. ૧૪૦૦થી વધુ ફ્લાઈટો રદ કરવામાં આવી છે જ્યારે અનેક દેશોમાં ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ હતી. શેરબજારનું કામ પણ ખોરવાયું હતું. લાખો લોકો રઝળી પડ્યા હતા.
આજે શુક્રવારે ૧૨ વાગ્યાની આસપાસ માઇક્રોસોફ્ટની વિવિધ સર્વિસમાં ટેકનિકલ આઉટેજ શરુ થતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. આ આઉટેજની અસર વિવિધ ક્ષેત્રે જોવા મળી હતી. બપોરના ૧૨ વાગ્યાની આસપાસ સંખ્યાબંધ લેપટોપ અને કોમ્પ્યુટર આપોઆપ બંધ થઈ ગયા હતા. આ આઉટેજને કારણે એરપોર્ટથી માંડીને સુપરમાર્કેટ, બેંકિંગ, સ્ટોક માર્કેટ્સની કામગીરી ઠપ્પ થઇ ગઈ હતી.
ભારતમાં, ત્રણ એર કેરિયર્સ – ઈન્ડિગો, સ્પાઈસ જેટ અને અકાસા એર – ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહી છે, બુકિંગ, ચેક-ઇન અને ફ્લાઇટ અપડેટ્સને અસર થઇ ર્છે આ ટેકનીકલ ખરાબીના કારણે ભારતમાં પણ વ્યાપક અસર થઇ છે. વિવિધ કંપનીઓમાં કામ કરવા માટે સિસ્ટમ પર બ્લુ સ્ક્રીન દેખાવ લાગી હતી. સ્ક્રીન પર એક મેસેજ પણ લખાયેલો જોવા મળી રહ્યો છે જેમાં લખ્યું હતું કે તમારી સિસ્ટમને રી સ્ટાર્ટ કરવાની જરૂર છે.
બ્લુ સ્ક્રીન એરર, જેને બ્લેક સ્ક્રીન એરર અથવા સ્ટોપ કોડ એરર, ત્યારે આવે છે જ્યારે ઉૈહર્ઙ્ઘુજ સાથેની ગંભીર સમસ્યા ઉભી થઇ હોય. અહેવાલો અનુસાર, આ ખામીને કારણે, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં બેંકો અને સરકારી કચેરીઓમાં કમ્પ્યુટર અને લેપટોપ પણ બંધ થઈ ગયા. સોશિયલ મીડિયા યુઝર્સ આ આઉટેજ બાબતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.
અહેવાલ મુજબ માઇક્રોસોફ્ટ ૩૬૦, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, માઇક્રોસોફ્ટ ટીમ, માઇક્રોસોફ્ટ એઝ્યુર, માઇક્રોસોફ્ટ સ્ટોર અને માઇક્રોસોફ્ટ ક્લાઉડ-સંચાલિત સેવાઓમાં સમસ્યા ઉભી થઇ રહી છે. આઉટેજ ડિટેક્શન પ્લેટફોર્મ ડાઉન ડિટેક્ટરે પણ વિશ્વવ્યાપી આઉટેજની પુષ્ટિ કરી છે. અહેવાલો અનુસાર આઉટેજને કારણે લંડન સ્ટોક એક્સચેન્જને અસર થઈ છે. અને યુ.એસ.ના કેટલાક રાજ્યોમાં ૯૧૧ ઇમરજન્સી સેવાઓને પણ અસર થઇ છે. બ્રિટિશ ન્યૂઝ ચેનલ સ્કાય ન્યૂઝ બંધ થાઈ ગઈ. યુરોપની વાત કરીએ તો, બર્લિન એરપોર્ટે કહ્યું છે કે ટેકનિકલ સમસ્યાઓના કારણે ચેક-ઈનમાં વિલંબ થઈ રહ્યો છે.
ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમસ્યાને કારણે ઘણી એરલાઈન્સની ચેક-ઈન પ્રક્રિયા પ્રભાવિત થઈ છે. વર્જિન ઓસ્ટ્રેલિયા એરલાઈનેએ કહ્યું છે કે આઉટેજને કારણે તમામ વિમાનોને સિડની એરપોર્ટ પર આવતા અને જતા અટકાવી દેવામાં આવ્યા છે.
આ ખામી તાજેતરની ક્રાઉડ સ્ક્રાઈક અપડેટ બાદ આવી હતી. આ ખામી સર્જાતા મોટી સંખ્યામાં લોકોને અસર થઈ છે. માઈક્રોસોફ્ટે આ મામલે જાણકારી શેર કરી હતી. આજે (૧૯ જુલાઈ) સવારે તેની ક્લાઉડ સર્વિસિઝ અવરોધિત થવાને કારણે દુનિયાભરમાં અનેક વિસ્તારોમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે એરલાઈન્સની ઉડાનો પ્રભાવિત થઇ હતી. ભારત, અમેરિકા સહિત અનેક દેશોમાં વિમાનોની ઉડાનો પર આ આઉટેજની અસર દેખાઈ.
આ ખામીની અસર ભારતમાં પણ વ્યાપકપણે જોવા મળી હતી. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ગુરુગ્રામમાં આવેલી વિવિધ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની સિસ્ટમ પર અચાનક બ્લ્યૂ સ્ક્રીન દેખાવા લાગી હતી સ્ક્રીન પર એક મેસેજ પણ લખાયેલો હતો. જેમાં લખ્યું હતું કે તમારી સિસ્ટમને રિસ્ટાર્ટ કરવાની જરૂર છે. બ્લ્યૂ સ્ક્રીન એરર, જેને બ્લેક સ્ક્રીન એરર અથવા સ્ટોપ કોડ એરર પણ કહેવાય છે, ત્યારે આવી શકે છે જ્યારે વિન્ડોઝમાં ગંભીર સમસ્યા સર્જાઈ હોય અને તે અચાનક કામ કરતી બંધ થઈ જાય.
ઘણા લોકોને એવો સવાલ પણ થાય છે કે શું આ માત્ર એક ટેકનિકલ ખામી છે કે પછી કોઈક સાયબર હુમલાને કારણે દુનિયાભરની સિસ્ટમો ઠપ્પ થઈ ગઈ છે. યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ આ સવાલ ઉઠાવી રહ્યા છે.
માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે અનેક દેશોની એરલાઈન્સ સેવા ખોરવાઈ ગઈ છે. જેમાં સ્પેનિશ હવાઈ સેવાઓને પણ અસર થઈ હતી. તો ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ ચેનલ એબીસીના પ્રસારણને પણ અસર થઈ હતી. ત્યારે સ્પાઇસજેટે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે અમે હાલમાં અમારા સેવા પ્રદાતા સાથે ટેકનિકલ પડકારોનો અનુભવ કરી રહ્યા છીએ, જે બુકિંગ, ચેક-ઇન અને બુકિંગ કાર્ય સહિતની ઓનલાઈન સેવાઓને અસર કરી રહી છે. આ કારણે, અમે એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઇન અને બો‹ડગ પ્રક્રિયાઓ સક્રિય કરાઈ હતી.
ભારત અને અમેરિકા સહિત દુનિયાભરની અનેક એરલાઇન્સ વિમાન સેવાઓ ઠપ થઈ ગઈ છે. માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીઓને કારણે ઉડાન સેવાઓ પ્રભાવિત થઈ છે. અનેક કંપનીઓના વિમાન ઉડાન ભરી શકી રહ્યા નથી. સ્પાઈસજેટ અને ઈન્ડિગોએ પણ આ પ્રકારની સમસ્યાનો હવાલો આપ્યો હતો. ફક્ત વિમાન સેવાઓ જ નહીં પણ અનેક દેશોમાં બેન્કિંગ સેવાઓથી લઈને ટિકિટ બુકિંગ અને સ્ટોક એક્સચેન્જ ઉપર પણ અસર થઇ છે.