હાસ્યથી ભરપૂર ફિલ્મ “મિડલ ક્લાસ લવ”નું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર &પિક્ચર્સ પર

“મિડલ-ક્લાસ હિરો, હાઈ-ક્લાસ પ્યાર, વિલ હિઝ નૈયા ગો પાર.” પ્રિત કમાણી, ઇશઆ સિંઘ અને કાવ્યા થાપરને ચમકાવતું મિડલ ક્લાસ લવ તેના ટેલિવિઝન પ્રિમિયર માટે તૈયાર છે,
આ શનિવાર ૧૫મી એપ્રિલ ૨૦૨૩ના રોજ બપોરે ૧૨ વાગે એન્ડપિક્ચર્સ પર. પ્રેમ અને ગૂંચવણ બંને હંમેશા એકબીજાની સાથે જ ચાલે છે.
કોઈપણ પ્રેમકથાનો અંત નાટક વગર થતો નથી! આ ઉનાળા યુડી શર્મા (પ્રિત કામાણી) આપણને એક મસ્તીભરી હાસ્યથી ભરપૂર રાઈડ પર લઈ જશે કેમકે તેને તેના મધ્યમવર્ગિય ઓળખથી આગળ વધાવાનું નક્કી કર્યું છે અને કેમ્પસમાં એક ધનાઢ્ય છોકરીને પટાવાનું નક્કી કરે છે, જેનાથી એક પ્રણય ત્રિકોણ રચાય છે.
આ ફિલ્મ એક હાસ્યલેખ જેવું છે અને મધ્યમ વર્ગના વાતાવરણની ઉજવણી છે કેમકે તેના પરના પાત્રો, સેટિંગ્સ અને સંબંધો એવા દર્શાવ્યા છે, જેની સાથે બધા જાેડી શકે છે. બોલિવૂડમાં રજૂ થયેલા અન્ય કેમ્પસ નાટક કરતા અલગ છે. રત્ના સિંહા, જેને આ પહેલા રાજકુમાર રાવ અને ક્રિતિ ખરબંદા અભિનિત મૂવી શાદી મેં જરૂર આના
જેવી સુપર હિટ ફિલ્મ ડિરેક્ટ કરી છે, તેવા ડિરેક્ટર રત્ના સિંહા દ્વારા ડિરેક્ટ મિડલ ક્લાસ લવએ નવોદિત ઇશા સિંઘનો મોટા પરદા પરના પ્રવેશનું માર્ક છે, જે આ પહેલા કેટલાક સફળ ટેલિવિઝન શો જેવા કે, ઇશ્ક સુભાન અલ્લાહનો હિસ્સો હતી અને કાવ્યા થાપરએ તાજેતરમાં રિલિઝ થયેલી વેબ સિરિઝમાં શાહિદ કપૂરની ગર્લફ્રેન્ડ તરીકે જાેવા મળી હતી.
સાથોસાથ અનુભવિ કલાકાર મનોજ પાહવા અને સપના સાંદ (યુડીના માતા-પિતા) તરીકે જાેવા મળશે, જે તેમાં મસ્તીનો ઉમેરો કરશે.